Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં આજથી 3 દિવસ સુધી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) સુરતમાં વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા 'સરદારધામ' દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સ (GPBS)નું વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું.ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમિટમાં આધુનિક કનેક્ટિવિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂ
03:06 AM Apr 29, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) સુરતમાં વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા "સરદારધામ" દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સ (GPBS)નું વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું.
ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમિટમાં આધુનિક કનેક્ટિવિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એક સાથે થઈ રહ્યા છે.
સરદારધામને વડાપ્રધાનની અપીલ 
સરદારધામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે, દસ પંદર ગ્રૂપ બનાવો અને તેમાં 25 થી 30 ટકા વડીલો હોય. બાકી 40 50 ટકા યુવાનો હોય. ગુજરાતમાં કે દેશમાં આગળ વધવું હોય તો શું કરી શકાય તે વિષય પર કામ કરાવો. સરકારની નીતિઓમાં પણ કોઈ ઉણપ જણાય તો તે બાબતે સરકારનું ધ્યાન દોરે. તમારા આ ગ્રૂપ આ બધું ડોક્યુમેન્ટેશન કરીને મારો સમય માંગશે તો હું એમને મળવા તૈયાર છું.
ભારત સરકાર જે નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી છે તેને આટલો આવકાર મળે તે એક મોટી ઘટના છે. આ પોલિસીની સ્ટડી કરીને ગુજરાત માં 100% લાભ લેવા માટે આપણે નીતિ નિર્ધારણમાં શુ બદલી શકીએ તે વિચારો.આપણે આટલા બધા આગળ વધ્યા તો આપણી ખેતી કેમ નહીં. ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે જમીનોનો સર્વે કરવા ટિમ બનાવો. આખી દુનિયાનું પેટ ભરવાની તાકાત છે આપણા ગુજરાતમાં.  એગ્રીકલ્ચર યુનિવર્સીટીની પણ મદદ લો. જો ડેરી ઉદ્યોગ ન વિકસ્યો હોત તો આપણી શુ પરિસ્થિતિ હોત. તેના જેવી જ તાકાત કૃષિ પેદાશોને મળી શકે તે માટે પ્રયત્નો કરવા જોઈએ
પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો 
દેશને 80 હજાર કરોડનું ખાવાનું તેલ બહારથી લાવવું પડતું હોય તો હું તમારા જેવા ગુજરાતીઓ પાસે શા માટે આશા ન રાખું? ખેતીને આધુનિક અને ઓર્ગેનિક બનાવવાની દિશામાં આગળ વધો. પ્રાકૃતિક ખેતીની દિશામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે 
ઇન્ડ્રસ્ટ્રીઝ ફૂડ પ્રોસેસિંગ ખોબ મોટું ક્ષેત્ર
ગુજરાત જે દિશામાં જવા માગે છે તેમાં આપણું જડ ખેતી જ છે. ખેતીના ક્ષેત્રમાં ઈન્વેસમેન્ટ કરવા પર ભાર મુક્યો . ગુજરાતની ખેતીને આધુનિક બનાવવા કહ્યું. આખી દુનિયાનું પેટ ભરવાની તાકાત ખેતીમાં છે. એગ્રો બેઝ ઇન્ડ્રસ્ટ્રીઝ ફૂડ પ્રોસેસિંગ ખોબ મોટું ક્ષેત્ર છે. 
PM સ્વાનિધિ ડિસેમ્બર 2024 સુધી લંબાવી
 દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પહેલીવાર, શેરીમાં નાના વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.
ગોબર ધનનું મોડલ બનાવો
ગુજરાતના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી સાથે આપણે વ્યાપારિક બુદ્ધિ સાથે જોડાઈ શકીએ. ગુજરાતમાં જે પ્રમાણે ડેરીનું મોડલ છે તે પ્રમાણે ગોબર ધનનું મોડલ બનાવો. તેમાંથી ઉત્પાદિત થતો ગેસ કામ લાગી શકે.
ગ્લોબલ પાટીદાર સમિટમાં 2 લાખ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. અંદાજે પાંચ લાખ કરતાં વધુ વિઝિટર્સ આવે તેવી શક્યતા છે. આ સાથે સમિટમાં 950 કરતાં વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીથી તાપી સુધીના સામાજિક સમરસતાના ધોરણે સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદારધામ "મિશન 2026" હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ સમિટનું ઉદઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ કોન્ફરન્સ વર્ષ 2018માં યોજવામાં આવી હતી.બીજી કોન્ફરન્સ 2020માં યોજવામાં આવી હતી. બંને સમિતિનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.  આ GPBS-2022ની મુખ્ય થીમ 'આત્મનિર્ભર  સમાજથી આત્મનિર્ભર ગુજરાત અને ભારત' રાખવામાં આવી છે.
 29 એપ્રિલથી 1 મે દરમિયાન આયોજિત સમિટનો મુખ્ય ધ્યેય પાટીદાર સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગ સાહસિકોને સાથે લાવવા, તેમને પ્રોત્સાહન આપવા અને નવા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા તેમજ શિક્ષિત યુવાનોને તાલીમ અને રોજગાર આપવાનો છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત "સરદાર ધામ" શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન લાવવાના પ્રાસો કરી રહ્યું છે.  સમાજના નબળા વર્ગોના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.
Tags :
BhupendraPatelGlobalPatidarBusinessSummitGPBSGujaratFirstNarendraModiPMModiSurat
Next Article