Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભુત અધિકાર નથી: અલાહાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ સંબંધમાં બદાયુંના SDMએ પણ મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવા માટે યોગ્ય કારણો આપ્યા છે.અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના યોગી સરકારના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દà
મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભુત અધિકાર નથી  અલાહાબાદ હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ સંબંધમાં બદાયુંના SDMએ પણ મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવા માટે યોગ્ય કારણો આપ્યા છે.
અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના યોગી સરકારના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવો એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આવું કહીને હાઈકોર્ટે શુક્રવારે બદાયુંની નૂરી મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડ સ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ અંગે બદાયુંના એસડીએમએ પણ મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવાનું યોગ્ય કારણ આપ્યું હતું. ઇરફાનની અરજી પર બુધવારે જસ્ટિસ વીકે બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો છે.
અરજદારે કહ્યું કે SDM બિસોલીનો આદેશ ગેરકાયદેસર છે. આ કારણે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવીને અઝાન વાંચવાના અરજદારના મૂળભૂત અધિકારો અને કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન થયું છે.  3 ડિસેમ્બર, 21ના ​​રોજ લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવાના SDMના આદેશને રદ કરવો જોઈએ. આ અરજી 20 ઓગસ્ટ 21ના રોજ દાખલ કરવામાં આવી હતી. જેને SDM દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.