Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, DAમાં 3 ટકાનો કર્યો વધારો

કેન્દ્રની મોદી સરકારે દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી મળી છે કે દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા સરકારે આ નિર્ણય લીધો છે.વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટà«
મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ  daમાં 3 ટકાનો કર્યો વધારો
કેન્દ્રની મોદી સરકારે દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી મળી છે કે દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા સરકારે આ નિર્ણય લીધો છે.
વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો મળવાનો છે. મહત્વનું છે કે, કર્મચારીઓના હિતની દિશામાં એક મોટું પગલું ઉઠાવતા કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું વધારીને 34 ટકા કરી દીધું છે. અગાઉ આ મોંઘવારી ભથ્થું માત્ર 31 ટકા હતું. જેમાં હવે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યુક્રેન-રશિયા સહિત અનેક કારણોસર મોંઘવારી તેની ટોચે પહોંચી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આસમાને સ્પર્શી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાહતનું પગલું ભર્યું છે.
Advertisement

મહત્વનું છે કે, કેન્દ્રીય કેબિનેટમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2022 સુધી ઉપલબ્ધ રહેશે. સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાતમાં પગારપંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે. અગાઉ, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં, કેન્દ્ર દ્વારા મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું હતું. હવે તેમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાના પરિણામે 50 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળવાની આશા છે. વળી 65 લાખ પેન્શનધારકોને પણ આ નિર્ણ બાદ ફાયદો થશે. માનવામાં આવે છે કે, ઉપરોક્ત નિર્ણય બાદ 1.15 કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
મહત્વનું છે કે, ગયા વર્ષે જુલાઈ 2021માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે દોઢ વર્ષ માટે મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈ 2021 પછી કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2021માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને 31 ટકા કર્યો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંશોધિત DA જુલાઈ, 2021 થી અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ 1 જુલાઈ, 2021થી વધારીને 31 ટકા કરવામાં આવી.
Tags :
Advertisement

.