Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગિફ્ટ સિટી માત્ર વેપાર માટે સિમિત નથી ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે- વડાપ્રધાન મોદી

આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કર્યું. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક એમ.ઓ.યુ સાઈન કરાયા  હતા. ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીનઆ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર àª
ગિફ્ટ સિટી માત્ર વેપાર માટે સિમિત નથી ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે  વડાપ્રધાન મોદી
આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કર્યું. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક એમ.ઓ.યુ સાઈન કરાયા  હતા. 

ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટી આગામી દિવસમાં ગુજરાતને દુનિયામાં ટ્રેડ, બિઝનેસ અને ફાઇનાન્સિયલ સર્વિસનું ગ્લોબલ સેન્ટર બનાવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન છે. ગોલ્ડની આયાતમાં પણ હવે ગિફ્ટસિટી હબ બનશે. ભારતીયો દુનિયાભરમાં સૌથી વધુ સોના-ચાંદી ખરીદવામાં આગળ છે.  વડાપ્રધાનનું પાંચ ટ્રિલયન ઇકોનોમીનું સપનું છે. જે આવનારા સમયમાં પૂરું થશે. ગિફ્ટ સિટી ગ્લોબલ વર્લ્ડમાં ભારતની ઓળખ બનશે. ગિફ્ટ સિટીમાં મેટ્રો કનેક્ટિવિટી ઉપલ્બધ્ધ કરાવાશે. પ્રધાનમંત્રીના સ્વપ્નમાં ગુજરાત સો ટકા યોગદાન આપી રહ્યું છે. સાથે જ અહીં ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ બનાવવા માટેની દિશામાં આ વિસ્તૃત પ્રયાસ છે. વેપાર વાણિજ્ય  ભારત સરકાર દ્વારા એકીકૃત આઇ.એફ.એસ.સી  હેટક્વાટર્સ ભવનનું શિલાન્યાસ થઇ રહ્યો છે તે તમામ લોકો માટે ગર્વની વાત છે. 
અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી ત્રણેય શહેરો ટ્રાઇ સિટીનો સમન્વય છે
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,  આજે ભારતના વધતાં આર્થિક, ટેક્નિકલ સામર્થ્યના કારણે સમગ્ર વિશ્વ દ્વારા ભારત પર વિશ્વાસ મૂકી રહ્યું છે. આ સમય ભારત માટે નવી વ્યવસ્થા અને નવા ભારતના આયામો સિદ્ધ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. મને વિશ્વાસ છે કે આ ભવન ન માત્ર તેના આર્કિટેક્ટચર સાથે ભારતને મહાશક્તિ બનાવવાનું સપનું પૂરું કરશે,  પરંતુ ગ્રોથ ઓર્પચ્યુનિટી સાથે ગેટ વે ઓફ ઇન્ડિયા પણ બનશે. આજે ઇન્ડિયા ન્યુ બેન્ક પોલિસીમાં વર્લ્ડ બેન્ક સાથે અનેક મહત્ત્વપૂર્ણ  પડાવ પાર કરી રહ્યા છે. આર્થિક નિતિઓથી ભારત યુ.એસ.એસ, સિંગાપુર, યુ.કે જેવા દેશોની સમકક્ષ ઉભો છે. સિંગાપુરના સહયોગથી બંન્ને દેશો માટે આ ગિફ્ટ સિટી માત્ર વેપાર માટે સિમિત નથી ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે. ગિફ્ટ સિટી બન્યું ત્યારે તેની ઓળખ માત્ર ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગ તરીકેની હતી.  2008માં ઇકોનોમી ક્રાઇસીસ હતી. તે સમયે ગુજરાત ફિન્ટેક ક્ષેત્રે  અસરકારક પગલાં ભરી રહ્યું હતું. આ ગિફ્ટ સિટી કોમર્સ, ઇકોનોમી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. એક ખાસ વાત એ છે કે આ અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી ત્રણેય શહેરો ટ્રાઇ સિટીનો સમન્વય છે. આ ત્રણેય શહેરો પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું બેસ્ટ ઉદાહરણ છે. અને ઇઝ ઓફ બિઝનેસના પ્રયાસનો ભાગ નથી, ગિફ્ટ સિટી ભારતનું જૂનું આર્થિક ગૌરવ ફરી મેળવશે. ભારતના સેંકડો લોકો દુનિયાભરમાં વ્યપાર માટે ઓળખાય છે.  પ્રાચીન કાળના સિક્કાઓ આજે પણ અહીંથી મળે છે. આઝાદી બાદ આપણે આપણી વિરાસત ભૂલવા માંડ્યા, આપણે આપણા વ્યવસાયિક, સાંસ્કૃતિક સંબંધો સિમિત કર્યાં પરંતુ નવું ભારત ગ્લોબલ સપ્લાય ચેન સાથે વિકાસી રહ્યું છે. ગિફ્ટ સિટી સાથે જોડાઇને વિશ્વ સાથે જોડાશે. ભવિષ્યમાં નવી ઇકોનોમી બનવા અત્યારથી જ તૈયાર થવું પડશે. આ માટે આપણે ગ્લોબલ ઇકોનોમી માટે ગ્લોબલ ઇકોનોમી સેન્ટરોની જરુર છે. ગોલ્ડ ભારતીય મહિલાઓની આર્થિક શક્તિનો મોટો સ્ત્રોત છે. આજે ભારત સોના-ચાંદીનું મોટું માર્કેટ છે. પણ આપણે માત્ર માર્કેટ નહીં માર્કેટ મેકર બનવાનું છે. આ સેન્ટર જ્વેલર્સના બિઝનેસનો વિસ્તાર કરવામાં મદદ કરશે. તેઓ ડાયરેક્ટ સ્તરે બુલિયન ખરીદી શકશે. ગોલ્ડ ટ્રેડીંગ  ડિમાન્ડ મુજબ ગોલ્ડ ભાવ નિયંત્રણમાં રાખી સોનાનો ભાવ નક્કી કરી શકશે. ગ્લોબલ વેલ્ફેરની દિશામાં સરાહનીય પગલું છે. આજે ભારતમાં રેકોર્ડ બ્રેક ફોરેન ઇનવેસ્ટમેન્ટ આવી રહ્યું છે. જેનો લાભ આખા વિશ્વને થાય છે. દરેક દેશ અહીં આવીને સારું રિટર્ન મેળવે છે, આપણી પ્રોડક્ટ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી રહી છે. ભારત દુનિયાને ક્વોલિટી પ્રોડ્કટ અને સર્વિસ આપે છે. મને આશા છે કે ગિફ્ટ સીટીમાં ઘણાં ઇન્સ્ટિટ્યુટ લોકલ કનેક્ટ અને ગ્લોબલ ફૂટ પ્રિન્ટનો સારો ઉપયોગ કરશે. 21મી સદીમાં સાયન્સ, ટેક્નોલોજી અને સોફ્ટવેર ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. ગતિ શક્તિ માસ્ટર પ્લાન સરકાર બનાવી રહ્યી છે. આપણને એવી સંસ્થાઓની જરુર છે, જે યુવાનોને બિઝનેસની સાચી સમજણ આપે. ઝડપી  ગ્રોથ માટે મ્યુચલ ફંડ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ માટે યુવાઓનો ભરોસો  જીતવો જોઇએ તેમને યોગ્ય શિક્ષણની પણ જરુર છે. આ વર્ષે બજેટમાં ગિફ્ટ સિટી દ્વારા ફોરેન યુનિવર્સિટીને કનેક્ટ કરાઇ છે મને આશા છે કે આ સેન્ટર આઝાદીના અમૃતકાળના તમામ  ઉદયેશ પૂર્ણ કરવામાં સફળ થશે. 
નાણાંકીય સેવાઓ અને નાણાંકીય સંસ્થાઓના વિકાસ તથા નિયમન માટે સેન્ટર મહત્ત્વનું છે
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું આઇએફએસસી વિશ્વના અગ્રણી ફાઇનાન્સ સેન્ટર્સમાં સૌથી ઝડપથી વિકસતું સેન્ટર ગણાવાઈ રહ્યું છે. આ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારત જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs) માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ તથા નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. IFSCAના મુખ્યાલયની ઇમારતની આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
આ એક્સચેન્જ પછી સોનાના યોગ્ય ભાવ ભારત દ્વારા નક્કી કરવામાં આવશે
PM મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે IFSCAના હેડક્વાર્ટર ભવનનો શિલાન્યાસ; ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચિંગ કાર્યક્રમમાં પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે મેમેન્ટો આપી કર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું આજે ફરી ગુજરાતમાં આગમન થયું હતું, ગઈકાલ સાબરડેરીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ PM ચેન્નાઈના પ્રવાસે હતા. જે બાદ આજે ગિફ્ટસિટીના કાર્યક્રમને લઈ ફરી PM મોદી વતનમાં પધાર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેઓનું સ્વાગત કર્યું હતું.
Advertisement



 બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશનના સમાવેશ માટેનો માર્ગ મોકળો બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત અને બજેટની જાહેરાત હેઠળના આદેશથી ચોથી ડિસેમ્બર 2020ના રોજ IFSCA (બુલિયન એક્સચેન્જ) રેગ્યુલેશન્સના નિયમો ઘડવામાં આવ્યા, જે બુલિયન એક્સચેન્જ અને પાંચ અગ્રણી ઇન્ડિયન માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (MIIs)ના સંઘ દ્વારા બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશનના સમાવેશ માટેનો માર્ગ મોકળો કરે છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX), ગિફ્ટ-IFSC ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને વિશ્વમાં આ પ્રકારનું માત્ર ત્રીજું એક્સચેન્જ છે, જે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL), ઈન્ડિયા INX ઈન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) લિમિટેડ (INDIA INX), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (MCX), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (NSE)ના કન્સોર્ટિયમ દ્વારા સેટઅપ કરવામાં આવ્યું છે. આ એક્સચેન્જ IFSCAની દેખરેખ હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે.

 આ સેન્ટરમાં કઈ કઈ સુવિધા મળશે?
આ એક્સચેન્જ બુલિયન ટ્રેડીંગને સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ્સ(BDRs)ના ઓર્ડર મેચિંગ, ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ્સ પ્રદાન કરશે, જે ભૌતિક બુલિયન દ્વારા સમર્થિત સુરક્ષા છે. વિવિધ વેપારીઓ-રોકાણકારો સહિતના સહભાગીઓને ટ્રેડિંગ એવન્યુ પ્રદાન કરવા ઉપરાંત, IIBX કિંમતની સંશોધન, ડિસ્ક્લોઝર્સમાં પારદર્શિતા, ગેરંટીકૃત કેન્દ્રીય ક્લિયરિંગ અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પ્રદાન કરશે.
GIFT- IFSC એક હબ તરીકે ઊભરશે
સોનાનું નાણાંકીયકરણ કરવાની દિશામાં IFSCA એ ગોલ્ડ અને સિલ્વર ETF જેવા ઉત્પાદનો માટે પહેલેથી જ એક નિયમનકારી માળખું પૂરું પાડ્યું છે, જે વિવિધ રોકાણકારો દ્વારા IIBX પર સહભાગિતાને પ્રોત્સાહિત કરશે. આગામી સમયમાં ગોલ્ડ સંબંધિત વિવિધ ઉત્પાદનો માટે બુલિયન લીઝિંગ, ગોલ્ડ લોન, બીડીઆર સામે ધિરાણ, ડોરે(કાચું સોનું) અને ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ્સ/ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન્સ વગેરે માટે પ્રોજેક્ટ ધિરાણ જેવી પ્રવૃત્તિઓ માટે ગિફ્ટ-આઈએફએસસી એક હબ તરીકે ઉભરી આવશે.
ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની વિશેષતાઓ શું?
ભારતમાં સોનાની આયાત માટે મોટા પ્રવેશ દ્વાર તરીકે ગણાશે
કિંમત અને ગુણવત્તા સંબંધિત પારદર્શિતા વધશે
આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ પ્રભાવક અને પ્રાઇઝ સેન્ટર તરીકેની ઓળખ મળશે
ગિફ્ટ સિટી-IFSC ખાતે સોના-ચાંદીની સંગ્રહ ક્ષમતા વધશે
125 ટન સોનાના અને 1 હજાર ટન ચાંદીના સંગ્રહની ક્ષમતા સ્થાપિત કરાશે
દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે
નક્કી કરેલા ભાવ સોનાની કિંમત નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હશે
આ એક્સચેન્જ પછી સોનાના યોગ્ય ભાવ નક્કી કરવામાં આવશે
સોનાના ભાવ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર પણ નજર રખાશે
ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે
 
Tags :
Advertisement

.