Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં વાળ, ત્વચા, હોઠ માટે પણ છે ખૂબ જ ફાયદાકારક

સામાન્ય રીતે આપણે ઘી નો ઉપયોગ આપણે રસોઈમાં કરતાં હોઈએ છીએ. પણ શું તમે એ જાણો છો કે ઘી આપણા  સ્વાસ્થ્ય માટે પણ એટલું  જ ફાયદાકારક  છે. અત્યારે લોકો ડાયેટના લીધે ઘી થી દૂર રહે છે. જયારે પહેલાના સમયમાં લોકો દેવું કરીને પણ ઘી પીતા. આયુર્વેદમાં પણ ઘી એ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક  માનવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેàª
ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં વાળ  ત્વચા  હોઠ માટે પણ છે ખૂબ જ ફાયદાકારક
સામાન્ય રીતે આપણે ઘી નો ઉપયોગ આપણે રસોઈમાં કરતાં હોઈએ છીએ. પણ શું તમે એ જાણો છો કે ઘી આપણા  સ્વાસ્થ્ય માટે પણ એટલું  જ ફાયદાકારક  છે. અત્યારે લોકો ડાયેટના લીધે ઘી થી દૂર રહે છે. જયારે પહેલાના સમયમાં લોકો દેવું કરીને પણ ઘી પીતા. 
આયુર્વેદમાં પણ ઘી એ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક  માનવામાં આવે છે. જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો ગંભીર બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર પણ નિરોગી બની શકે છે.ઘી  સ્વાસ્થ્યની સાથે આપણી  ત્વચા  માટે પણ ફાયદાકારક  છે.
ઘણા લોકો વાળને મુલાયમ અને ઘટ્ટ બનાવવા માટે ત્વચાની ચમક વધારવા માટે પણ ઘી નો ઉપયોગ કરતાં  હોય છે. આજે અમે તમારા માટે ઘી સંબંધિત સ્કિન કેર ટિપ્સ લઈને આવ્યા છીએ.
સ્કીન ટોન સુધરશે
ઘી ચહેરાની ચમક વધારે છે. ખરેખર, ઘી ત્વચા પર કોલેજનનું ઉત્પાદન વધારે છે, જેના કારણે સ્કીન ટોન હળવો બને છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.
લાલ ચાંઠામાં અસરકારક
ઘણા લોકોને સ્કીન ડ્રાઈનેસ અને ચેપને કારણે ત્વચા પર લાલ ચકામા થવાની સમસ્યા  થતી હોય છે. તેવામાં જો તમે  અન્ય ક્રીમની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો છો, તો ત્વચા પર દેખાતા લાલ દાગ દૂર થઈ જશે.
સૂકા હોઠની સમસ્યા થશે દૂર
ઘણા લોકોને દરેક ઋતુમાં હોઠ ફાટવાની ફરિયાદ રહે છે. તો તમે લીપબામની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો છો . જેનાથી તમારા એકદમ નરમ થઈ જશે.
વાળ માટે પણ ઘી છે ફાયદાકારક
ઘીમાં હાજર વિટામિન A અને વિટામિન E પણ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. જો વાળમાં ઘી લગાવવામાં આવે તો તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ વાળની ​​શુષ્કતા દૂર કરે છે.  તેમજ  તે વાળને નરમ રાખવામાં મદદ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.