ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંકોનું મહત્વપૂર્ણ કામ આજે જ પૂર્ણ કરો, જાન્યુઆરીમાં બેંકોમાં 14 દિવસની છે રજા

તમે ઓનલાઈન બેંકિંગનો ગમે તેટલો ઉપયોગ કરતાં હોઉં, પરંતુ કેટલાક કામ માટે તમારે હજુ પણ બેંકમાં જવું પડશે. ઘરે બેસીને તમે બેંક ખાતું ખોલાવી શકો છો, કોઈને પૈસા મોકલી શકો છો, ક્રેડિટ કાર્ડ મંગાવી શકો છો, લોન લેવા જેવા બીજા ઘણા કામ કરી શકો છો. પરંતુ કેટલાક કામ એવા છે જે બેંકમાં જઈને જ કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે જાન્યુઆરી 202
09:36 AM Dec 28, 2022 IST | Vipul Pandya
તમે ઓનલાઈન બેંકિંગનો ગમે તેટલો ઉપયોગ કરતાં હોઉં, પરંતુ કેટલાક કામ માટે તમારે હજુ પણ બેંકમાં જવું પડશે. ઘરે બેસીને તમે બેંક ખાતું ખોલાવી શકો છો, કોઈને પૈસા મોકલી શકો છો, ક્રેડિટ કાર્ડ મંગાવી શકો છો, લોન લેવા જેવા બીજા ઘણા કામ કરી શકો છો. પરંતુ કેટલાક કામ એવા છે જે બેંકમાં જઈને જ કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે જાન્યુઆરી 2023 માં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. તેથી, જો તમે બેંકમાં જવાના છો, તો પહેલા તમારું કામ પૂર્ણ કરો અથવા રજાઓની સૂચિ જોઈને જ બેંક જાઓ. તો ચાલો જોઈએ જાન્યુઆરી મહિનાની રજાઓની યાદી.

1, 2 અને 8 જાન્યુઆરી
1 જાન્યુઆરી 2023ના રવિવાર અને નવા વર્ષને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. ત્યારે જ્યાં એક તરફ આઇઝોલ અને મિઝોરમમાં 2જી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી માટે તો બીજી તરફ 8મી જાન્યુઆરીએ રવિવારની રજાના કારણે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

11, 12 અને 14 જાન્યુઆરી
મિઝોરમમાં 11 જાન્યુઆરીએ મિશનરી ડે અને પશ્ચિમ બંગાળમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિના કારણે બેંકો બંધ રહેશે. જ્યારે 14 જાન્યુઆરીએ, મહિનાના બીજા શનિવાર અને મકરસંક્રાંતિ/માગ બિહુના કારણે, ગુજરાત, કર્ણાટક, આસામ, સિક્કિમ અને તેલંગાણામાં બેંકમાં રજા રહેશે.

15, 22, 23 અને 25 જાન્યુઆરી
15 જાન્યુઆરીએ રવિવારના કારણે અને પોંગલ/માઘ બિહુના કારણે પણ દેશભરમાં બેંકો બંધ રહેશે. તે જ સમયે, 22 જાન્યુઆરીએ રવિવારના કારણે, તમામ રાજ્યોની બેંકોમાં કોઈ કામ થશે નહીં. બીજી તરફ, આસામમાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતી અને હિમાચલ પ્રદેશમાં 25 જાન્યુઆરીએ રાજ્ય સ્થાપના દિવસના કારણે બેંકમાં રજા રહેશે.

26, 28, 29 અને 31 જાન્યુઆરી
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તેથી તે રાષ્ટ્રીય રજા છે અને આ દિવસે દેશભરની બેંકો બંધ રહેશે. જ્યારે 28 જાન્યુઆરીએ ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે અને 29 જાન્યુઆરીએ રવિવાર રહેશે. તે જ સમયે, મિડમ્મીફીના કારણે આસામની બેંકો 31 જાન્યુઆરીએ બંધ રહેશે.

આ પણ વાંચો - ડૉલરનું શાસન ખતમ થશે, વૈશ્વિક સ્તરે વેપાર માટે ડિજિટલ કરન્સી ઉપલબ્ધ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
14DaysBankHolidaysBankBankHolidaysBankWorkGujaratFirstHolidayImportantBankWorkJanuary
Next Article