Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા થઈ જાઓ તૈયાર, જુઓ video

અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં હતા એવી મેટ્રો ટ્રેનના ફેઝ 1ની શરૂઆત 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી મોદી દ્વારા કરાવવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન થવાનું છે. ત્યારે ઉદઘાટનની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મેટ્રો ટ્રેનનાં સ્ટેશન પણ તૈયાર થઈ ગયાં છે . ત્યારે  મેટ્રો ટ્રેનનો  બહારનો ન
અમદાવાદની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા થઈ  જાઓ તૈયાર  જુઓ video
અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં હતા એવી મેટ્રો ટ્રેનના ફેઝ 1ની શરૂઆત 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી મોદી દ્વારા કરાવવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન થવાનું છે. ત્યારે ઉદઘાટનની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મેટ્રો ટ્રેનનાં સ્ટેશન પણ તૈયાર થઈ ગયાં છે . ત્યારે  મેટ્રો ટ્રેનનો  બહારનો નજારો ખુબજ અદભૂત છે. 
પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર તથા દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે
કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરુયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
મુખ્યમંત્રીએ કાલુપુર સ્ટેશનની સમીક્ષા કરી હતી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. મેટ્રો સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર સમીક્ષા કર્યા બાદ તેઓએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું પણ નિરીક્ષણ કર્યું હતું.કાલુપુર મેટ્રો સ્ટેશન પર રાજ્યના મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ સ્થળ મોટેરા ખાતે પણ સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હતી. 30 સપ્ટેમ્બરના કાલુપુર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસી અને થલતેજ દુરદર્શન કેન્દ્ર ખાતે આવી ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે 60,000 જેટલા લોકો હાજર રહેવાના છે આ બે દિવસના સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રો અને પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી નવરાત્રિમાં અમદાવાદને મેટ્રોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનની શરૂઆત થાય તેની શક્યતાઓ જણાતી હતી એની વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં કયાં સ્ટેશનો હશે
  • થલતેજ ગામ
  • દૂરદર્શન કેન્દ્ર
  • ગુજરાત યુનિવર્સિટી
  • કોમર્સ છ રસ્તા
  • સ્ટેડિયમ
  • જૂની હાઇકોર્ટ
  • શાહપુર
  • ઘીકાંટા
  • કાલુપુર રેલવે સ્ટેશન
  • કાંકરિયા પૂર્વ
  • એપરેલ પાર્ક
  • અમરાઈવાડી
  • રબારી કોલોની
  • વસ્ત્રાલ
  • નિરાંત ક્રોસ રોડ
  • વસ્ત્રાલ ગામ
Advertisement
Tags :
Advertisement

.