Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૈયાર રહો આવી રહી છે મંદી! Google એ એકવાર ફરી 400 થી વધુ કર્મચારીઓની કરી છટણી

વૈશ્વિક મંદીના ભણકારા સતત સાંભળવા મળી રહ્યા છે. દિગ્ગજ આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. પછી તે ફેસબુક હોય કે ગૂગલ કે પછી એપલ. મળી રહેલી માહતી અનુસાર, ગૂગલે ભારતમાંથી 400 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. ગૂગલે દેશમાં એવા 453 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેમના મેઇલ ગુરુવારે મોડી રાત્રે તમામ લોકોને મોકલવામાં આવ્યા હતા. કેટલાક કર્મચારીઓ તેમની પીડા LinkedIn
તૈયાર રહો આવી રહી છે મંદી  google એ એકવાર ફરી 400 થી વધુ કર્મચારીઓની કરી છટણી
વૈશ્વિક મંદીના ભણકારા સતત સાંભળવા મળી રહ્યા છે. દિગ્ગજ આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. પછી તે ફેસબુક હોય કે ગૂગલ કે પછી એપલ. મળી રહેલી માહતી અનુસાર, ગૂગલે ભારતમાંથી 400 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. ગૂગલે દેશમાં એવા 453 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેમના મેઇલ ગુરુવારે મોડી રાત્રે તમામ લોકોને મોકલવામાં આવ્યા હતા. કેટલાક કર્મચારીઓ તેમની પીડા LinkedIn પર શેર કરી રહ્યા છે. ગૂગલ ઈન્ડિયામાં છટણી એ મોટા પાયે નોકરીમાં કાપનો એક ભાગ હતો જેણે કંપનીમાં વૈશ્વિક સ્તરે 12,000 કર્મચારીઓને અસર કરી છે.
સુંદર પિંચાઈએ લીધી સંપૂર્ણ જવાબદારી
વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક Google એ ગયા મહિને જ 12,000 લોકોની છટણીની જાહેરાત કરી હતી. કંપનીના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે, તેઓ આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લેશે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે તેની અસર પહેલા યુએસમાં કામ કરતા કર્મચારીઓ પર જોવા મળશે અને પછી ધીમે ધીમે અન્ય દેશોમાં પણ છટણી શરૂ કરવામાં આવશે. ભારતમાં છટણીની શરૂઆત હમણાં જ થઈ છે. ગયા મહિનાની શરૂઆતમાં, Alphabet Inc એ જાહેરાત કરી હતી કે Google ની પેરેન્ટ કંપની 12,000 કર્મચારીઓને છૂટા કરશે, અથવા વૈશ્વિક સ્તરે તેની કુલ હેડકાઉન્ટના 6 ટકા કર્મચારીઓને નીકાળવામાં આવશે. 453 છટણીમાં 12,000 નોકરીઓમાં કાપનો સમાવેશ થાય છે કે પછી છટણીનો નવો રાઉન્ડ શરૂ થયો છે કે કેમ તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
ભારતમાં છટણી શરૂ થઈ
અહેવાલો અનુસાર, ગુગલ ઈન્ડિયાએ ગુરુવારે રાત્રે એક ઈમેલ મોકલીને લગભગ 453 કર્મચારીઓને તેમની સેવાઓ સમાપ્ત કરવાની માહિતી આપી હતી. બિઝનેસ લાઈન અખબારના અહેવાલ મુજબ આ ઈમેલ ગૂગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ મોકલ્યો છે. જોકે, ગૂગલ દ્વારા હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે શું તે માત્ર તે જ 12,000 કર્મચારીઓ છે જેમને ગયા મહિને કાઢી મૂકવામાં આવ્યા હતા કે પછી આ નવી છટણી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ગયા મહિને તેના વૈશ્વિક બળમાં 6 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
વધુ કંપનીઓ છટણી કરી રહી છે
છટણી માત્ર ગૂગલમાં જ કરવામાં આવી નથી, પરંતુ મેટાએ લગભગ 13,000 લોકોને દૂર કરવાની જાહેરાત કરી હતી અને માઇક્રોસોફ્ટે 11,000 લોકોને દૂર કરવાની જાહેરાત કરી હતી. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે માફી માગતા કહ્યું કે, રોગચાળા દરમિયાન અને તે પહેલાં કંપનીએ અતિ ઉત્સાહથી ભરતી કરી હતી. સૌથી ઉપર, એમેઝોને લગભગ 18,000 લોકોની છટણીની જાહેરાત કરી હતી. આ સિવાય સેલ્સફોર્સ દ્વારા પણ હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ માર્ગને અનુસરીને, ઘણી ભારતીય કંપનીઓએ જાન્યુઆરીમાં કુલ 2100 લોકોની છટણી કરી હતી. આમાં સ્વિગીના 300, શેરચેટના 600, ઓલાના 200 અને ડુંઝોના 90 કર્મચારીઓની છટણી પણ સામેલ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.