Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેન્ટલમેન ગેમ થઇ બદનામ, યુસુફ પઠાણને ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ માર્યો ધક્કો, જુઓ Video

ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે કારણ કે આ રમતમાં ખેલાડીઓ ઘણીવાર એકબીજા પ્રત્યે ખેલદિલી બતાવે છે. પરંતુ કેટલીકવાર આ રમતમાં કંઈક એવું બને છે જે તેની છબીને બગાડે છે. ક્રિકેટની રમતમાં સ્લેજિંગ તો હતી જ હવે એકબીજાને ધક્કો મારવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવું જ કઇંક તાજેતરમાં Legends League Cricketમા જોવા મળ્યું છે. જ્યા યુસુફ પઠાન અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ જોનસન એકબીજાની àª
જેન્ટલમેન ગેમ થઇ બદનામ  યુસુફ પઠાણને ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ માર્યો ધક્કો  જુઓ video
ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે કારણ કે આ રમતમાં ખેલાડીઓ ઘણીવાર એકબીજા પ્રત્યે ખેલદિલી બતાવે છે. પરંતુ કેટલીકવાર આ રમતમાં કંઈક એવું બને છે જે તેની છબીને બગાડે છે. ક્રિકેટની રમતમાં સ્લેજિંગ તો હતી જ હવે એકબીજાને ધક્કો મારવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવું જ કઇંક તાજેતરમાં Legends League Cricketમા જોવા મળ્યું છે. જ્યા યુસુફ પઠાન અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ જોનસન એકબીજાની સામે આવી ગયા હતા. 
યુસુફ પઠાન અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ જોનસન આમને-સામને
હાલમાં ભારતમાં Legends League Cricketનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરના ક્રિકેટરો તેમાં રમતા જોવા મળે છે, જેઓ પોતપોતાની ટીમમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. અત્યાર સુધી તમામ મેચો સારી રીતે રમાઈ રહી હતી, પરંતુ રવિવારે ભીલવાડા કિંગ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં કંઈક એવું જોવા મળ્યું, જેને કોઈ પણ સંજોગોમાં યોગ્ય કહી શકાય નહીં. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર યુસુફ પઠાન અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ જોનસન એકબીજાની સામે આવી ગયા હતા. લાંબી ચર્ચા બાદ આખરે અમ્પાયરને વચ્ચે આવવું પડ્યું અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો. આ દરમિયાન મિશેલ જોનસને પઠાનને ધક્કો પણ માર્યો હતો, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો તેની ટીકા કરી રહ્યા છે.
Advertisement

19મી ઓવરમાં બની આ ઘટના
લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રવિવારે જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં ભીલવાડા કિંગ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. તે ક્વોલિફાયર મેચ હતી. આ દરમિયાન મિશેલ જોનસન અને યુસુફ પઠાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચની 19મી ઓવરના છેલ્લા બોલ પર મિશેલ જોનસને યુસુફ પઠાનને આઉટ કર્યો હતો, પરંતુ તે પહેલા પઠાને જોનસનને ખૂબ ધોલાઇ કરી હતી. તેણે પહેલા ત્રણ બોલમાં સિક્સર, ફોર અને પછી સિક્સર ફટકારી હતી. જોકે, મિશેલ જોનસનને છેલ્લા બોલ પર સફળતા મળી અને યુસુફ પઠાન ડીપ મિડ-વિકેટ વિસ્તારમાં કેચ આઉટ થયો. વિકેટ મળ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે જોનસન પઠાનને કંઈક કહી રહ્યો હતો. જ્યારે પઠાનના કાનમાં કેટલાક શબ્દો પડ્યા તો તે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે મિશેલ જોનસન પાસે ગયો અને આ વાત વધી. થોડી જ વારમાં બંને ભૂતપૂર્વ દિગ્ગજો સામસામે આવી ગયા. એવું લાગતું હતું કે તેઓ એકબીજા સાથે લડશે. જ્યારે પઠાન જોનસનની ખૂબ નજીક આવ્યો ત્યારે જોનસને તેને ધક્કો પણ માર્યો હતો. આ પછી પણ યુસુફ પઠાન પીછેહઠ ન કરી અને પોતાનો વિરોધ નોંધાવતો રહ્યો. આ પછી મામલો વધુ ગંભીર થતો જણાતા મહિલા અમ્પાયરને વચ્ચે આવવું પડ્યું અને બંનેને એકબીજાથી દૂર લઈ ગયા.
ઇન્ડિયા કેપિટલ્સે ભીલવાડા કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું
ઉલ્લેખનીય છે કે, મેચની વાત કરીએ તો તેની ટીમ ભીલવાડા કિંગ્સ તરફથી રમતા યુસુફ પઠાણે 24 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જોકે તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. જ્યારે મિશેલ જોનસને ચાર ઓવરમાં કુલ 51 રન આપ્યા અને બે વિકેટ લેવામાં સફળ રહ્યો. ભીલવાડા કિંગ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 226 રન બનાવ્યા હતા, પરંતુ ઈન્ડિયા કેપિટલ્સે ત્રણ બોલ બાકી રહેતા છ રનમાં લક્ષ્યનો પીછો કર્યો હતો અને મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. ઈન્ડિયા કેપિટલ્સ તરફથી રોસ ટેલરે 39 બોલમાં 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી જ્યારે એશ્લે નર્સે 28 બોલમાં 60 રન બનાવ્યા હતા.
Tags :
Advertisement

.