Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વર્ષે GDP 7.4 ટકાના દરે વધશે, મફત ભેટ વહેંચતી પાર્ટીઓને નાણાંમંત્રીએ આપી આ સલાહ

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, આ નાણાકીય વર્ષમાં જીડીપી 7.4 ટકાના દરથી વધશે અને આ નાણાકીય વર્ષ 2024માં પણ સમાન સ્તરથી વધશે. નાણામંત્રીએ એવું પણ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ જે ચૂંટણી પહેલા મફતની વસ્તુઓના વાયદા આપી રહી છે, તેમને સત્તામાં આવવા પર ખર્ચ માટે નાણાકીય જોગવાઈઓ બજેટમાં કરવી જોઈએ.સીતારમણે કહ્યું કે, અમારા ખુદના અનુમાનમાં દેખાય છે કે, હાલની ઘટનાઓના આધાર પર આપણ
આ વર્ષે  gdp 7 4 ટકાના દરે  વધશે  મફત ભેટ વહેંચતી પાર્ટીઓને નાણાંમંત્રીએ આપી આ સલાહ

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, આ નાણાકીય વર્ષમાં જીડીપી 7.4 ટકાના દરથી વધશે અને આ નાણાકીય વર્ષ 2024માં પણ સમાન સ્તરથી વધશે. નાણામંત્રીએ એવું પણ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ જે ચૂંટણી પહેલા મફતની વસ્તુઓના વાયદા આપી રહી છે, તેમને સત્તામાં આવવા પર ખર્ચ માટે નાણાકીય જોગવાઈઓ બજેટમાં કરવી જોઈએ.

Advertisement

સીતારમણે કહ્યું કે, અમારા ખુદના અનુમાનમાં દેખાય છે કે, હાલની ઘટનાઓના આધાર પર આપણે નિશ્ચિતપણે એ રેંજમાં છીએ. નાણામંત્રીએ FE બેસ્ટ બેંક્સ અવોર્ડ્સમાં બોલતા કહ્યું કે, આ 7.4 ટકા પર છે અને આ સ્તર આગામી વર્ષે પણ બની રહેશે. તેમણે આગળ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંકે ભારતના ગ્રોથને આગામી બે વર્ષમાં સૌથી ઝડપી રહેવાનું અનુમાન જતાવ્યું છે અને તેના અનુમાન ભારતીય રિઝર્વ બેંકની સમાન પણ છે.

Advertisement

નાણામંત્રી સીતારમણે એવું પણ જણાવ્યું છે કે, વૈશ્વિક સ્થિતિ પડકારજનક બની છે અને આ કોઈ જોખમ ઉઠાવવાનો યોગ્ય સમય નથી. તેમણે આગળ કહ્યું કે, નિકાસ ક્ષેત્ર મુશ્કેલીઓનો સામનો કરશે. કારણ કે વૈશ્વિક ગ્રોથ ધીમો પડ્યો છે. સીતારમણે કહ્યું કે, સરકાર આવી કોઈ એકમો સાથે મુશ્કેલીનો સામનો કરવા માટે કામ કરશે.

Advertisement

સરકારોના મફતની ચીજોના વચન પર બોલતા નાણામંત્રીએ કહ્યું કે, તેમનું એલાન કરતી વખતે સરકારોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેમને બીજા એકમો પર બોઝ ન પડે. સીતારમણે એવું પણ કહ્યું કે, પાવર ડિસ્કોમ અને જનરેટિંગ કંપનીઓને આ મફતની વસ્તુઓનું નુકસાન વેઠતા જોયા છે. કારણ કે તેમને અમુક ભાગ અથવા અમુક મામલામાં ચુકવણી થતી નથી. તેમણે કહ્યું કે, જ્યારે આ જાહેરાતોમાં તેમની કોઈ ભૂમિકા હોતી નથી.

આપને જણાવી દઈએ કે, આ મહિનાની શરુઆતમાં નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું હતું કે, આપણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મહામારીને જોઈ નથી. સીતારમણે કહ્યું હતું કે, આપણે બધાએ નક્કી કરવાની કોશિશ કરી રહ્યા હતા કે, આપણા વિસ્તારમાં રહેતા લોકોને વધારેમાં વધારે મદદ મળે.

Tags :
Advertisement

.