Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની GCS હોસ્પિટલને NABH દ્વારા માન્યતા મળી

અમદાવાદની જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. NABH પ્રમાણિત અમદાવાદની સર્વપ્રથમ મેડિકલ કોલેજ સંલગ્ન 1000-બેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોવાઇડર્સ) એ દર્દીની ઉચ્ચતમ સલામતી અને સંભાળ માટે હોસ્પિટલને પ્રમાણિત કરતું રાષ્ટ્રીય બોર્ડ છે. NABH ધોરણોને ધ્યાનમાં રાખીને તબ
અમદાવાદની gcs હોસ્પિટલને nabh દ્વારા માન્યતા મળી
અમદાવાદની જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. NABH પ્રમાણિત અમદાવાદની સર્વપ્રથમ મેડિકલ કોલેજ સંલગ્ન 1000-બેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. 
NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોવાઇડર્સ) એ દર્દીની ઉચ્ચતમ સલામતી અને સંભાળ માટે હોસ્પિટલને પ્રમાણિત કરતું રાષ્ટ્રીય બોર્ડ છે. NABH ધોરણોને ધ્યાનમાં રાખીને તબીબી સુવિધાઓ અને પ્રક્રિયાઓનું માળખું તૈયાર થાય છે. જીસીએસ હોસ્પિટલને તાજેતરમાં જ નેશનલ  એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. જે 1000 પથારી ધરાવતી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ માટે ગર્વની બાબત છે કે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ 1000 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં એક જ પ્રયાસમાં NABHની માન્યતા મેળવી છે. 
આ નિમિતે જીસીએસ હોસ્પિટલના સીઈઓ કર્નલ ડો. સુનિલકુમાર રાવે જણાવ્યું હતું કે, "NABH માન્યતા એ કોઈપણ હોસ્પિટલ માટે એક મુખ્ય પડાવ છે કારણ કે તે એ હોસ્પિટલની સુવિધાઓની ગુણવત્તા અને સલામતી ધોરણોના ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે. જીસીએસ હોસ્પિટલને તાજેતરમાં મળેલાં એનએબીએચ એક્રેડિટેશન એ તમામ સ્ટાફના અથાગ મહેનતનું પરિણામ છે. જે જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સંભાળમાં ગુણવત્તા માટેની કટિબદ્ધતાનું પાલન સૂચવે છે." શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
Advertisement
Tags :
Advertisement

.