Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં અધધ વધી! એક દિવસની રુપિયા 1612 કરોડની કરી કમાણી

બિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી (Guttam Adani)ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે. જો રોજની વાત કરીએ તો દરરોજ બિઝનેસમેન અદાણીએ રૂ. 1,612 કરોડની કમાણી કરી છે. એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 116 ટકાનો વધારો એશિયાના સૌથી ધનિક અને વિશ્વના બીજા નંબરના અબજોપતિ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી 2022 IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર àª
ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં અધધ વધી  એક દિવસની રુપિયા 1612 કરોડની કરી કમાણી
બિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી (Guttam Adani)ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે. જો રોજની વાત કરીએ તો દરરોજ બિઝનેસમેન અદાણીએ રૂ. 1,612 કરોડની કમાણી કરી છે. 

એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 116 ટકાનો વધારો 
એશિયાના સૌથી ધનિક અને વિશ્વના બીજા નંબરના અબજોપતિ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી 2022 IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર છે. હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમાં રૂ. 5,88,500 કરોડનો ઉમેરો થયો છે. દૈનિક ધોરણે અદાણીએ રૂ. 1,612 કરોડની કમાણી કરી છે. રિપોર્ટમાં અદાણીની કુલ સંપત્તિ રૂ. 10,94,400 કરોડ આંકવામાં આવી છે. 


એકમાત્ર ભારતીય છે જેમણે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક નહીં પરંતુ સાત કંપનીઓ બનાવી
અહેવાલમાં હુરુન ઈન્ડિયાના એમડી અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથે એક્વિઝિશન અને ઓર્ગેનિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણે, સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 1,440 ટકાનો વધારો થયો છે. ગ્રૂપની 7 કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કંપનીઓની વૃદ્ધિ સતત વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022 અદાણીની પુષ્કળ સંપત્તિ વૃદ્ધિ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ એકમાત્ર ભારતીય છે જેમણે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક નહીં પરંતુ સાત કંપનીઓ બનાવી છે. 


અંબાણીની સરખામણીમાં અદાણીની સંપત્તિ રૂ. 3 લાખ કરોડથી વધુ
અંબાણીએ રેન્કિંગ ગુમાવ્યું: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અથવા અન્ય અબજોપતિઓની સરખામણીમાં અદાણીની સંપત્તિ રૂ. 3 લાખ કરોડથી વધુ છે. એ પણ મહત્વનું છે કે 2012માં અદાણીની સંપત્તિ અંબાણીની સંપત્તિના માંડ છઠ્ઠા ભાગની હતી. રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 11 ટકાનો વધારો થયો છે. જો કે, તેણે 10 વર્ષમાં પ્રથમ વખત આ યાદીમાંથી પોતાનું ટોચનું રેન્કિંગ ગુમાવ્યું છે. રિપોર્ટમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7.94 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જો છેલ્લા 5 વર્ષ પર નજર કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિમાં 115 ટકાનો વધારો થયો છે.

બિઝનેસ કિંગ ગૌતમ અદાણીનું વર્ચસ્વ
બ્લૂમબર્ગ અને ફોર્બ્સ બંને રેન્કિંગમાં હાલમાં અદાણી બીજા નંબરે પહોંચ્યા છે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા નંબરે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. બ્લૂમબર્ગ અને ફોર્બ્સ રેન્કિંગમાં અદાણી હવે બીજા સ્થાને છે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર તાજેતરમાં અદાણીની સંપત્તિમાં $1.75 બિલિયનનો વધારો થયો, હવે તેમની સંપત્તિ વધીને $150 બિલિયન થઈ ગઈ છે. જ્યારે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટમાં મંગળવારે અદાણીની સંપત્તિમાં $2 બિલિયનનો વધારો થયો છે અને અહીં તેમની સંપત્તિ $158.3 બિલિયન છે. તે જ સમયે, ફોર્બ્સની આ યાદીમાં અંબાણી આઠમા અને બ્લુબર્ગની યાદીમાં 9મા સ્થાને છે. આમ બ્લૂમબર્ગ અને ફોર્બ્સ બંને રેન્કિંગમાં અદાણીનું વર્ચસ્વ છે
 

બીજા નંબરની રેસમાં ગૌતમ અદાણીએ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પાછળ છોડ્યાં
વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા નંબરની રેસમાં ગૌતમ અદાણીએ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના નવીનતમ રેન્કિંગમાં, ગૌતમ અદાણી અને જેફ બેઝોસ વચ્ચે હવે $5 બિલિયનનું અંતર છે. તે જ સમયે, ઇલોન મસ્ક $ 268 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે.ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદીમાં બેઝોસ અદાણીથી ઘણા પાછળ છે. જો આપણે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટની વાત કરીએ તો અહીં જેફ બેઝોસ અદાણી કરતા ઘણા પાછળ છે. અહીં, બર્નાર્ડ આર્નોલ્ટ ફરીથી ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. અદાણીની નેટવર્થ $158.3 બિલિયન છે. જેફ બેઝોસ 145.6 અબજ ડોલર સાથે ચોથા સ્થાને છે.
 
Advertisement
Tags :
Advertisement

.