Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૌતમ અદાણીએ બન્યા વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ, મુંબઇ હુમલા વખતે તાજ હોટલમાં બંધક હતાં

 ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણી એકમાત્ર વ્યક્તિ છે. આજે અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણી એકમાત્ર છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ સ્થાન હાંસલ કરવા ગૌતમ અદાણીએ
07:16 AM Sep 16, 2022 IST | Vipul Pandya
 ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણી એકમાત્ર વ્યક્તિ છે. આજે અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં એલોન મસ્ક પછી હવે ગૌતમ અદાણી એકમાત્ર છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ સ્થાન હાંસલ કરવા ગૌતમ અદાણીએ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. જોકે, તે હજુ પણ બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં તેઓ ત્રીજા સ્થાને છે.

155.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા નંબરના અબજોપતિ 
અદાણી ગ્રૂપની આ સિદ્ધિ જે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યી છે, જેણે માર્કેટ કેપની દ્રષ્ટિએ LIC અને ITCને પાછળ છોડી દીધા હતાં ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, આજે બપોર સુધીમાં અદાણીની સંપત્તિમાં $5.5 બિલિયનનો વધારો થયો હતો. હવે તે 155.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા નંબરના અબજોપતિ બની ગયા છે. તેમની ઉપર એટલે કે નંબર વન પોઝિશન પર એલોન મસ્ક છે, જેની કુલ સંપત્તિ 273.5 બિલિયન ડોલર છે. અદાણી પછી, બર્નાર્ડ આર્નોલ્ટ $155.2 બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. તો ભારતીય બિઝનેસ આપણે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ $92.6 બિલિયન સાથે આ યાદીમાં આઠમા નંબરે છે.
અદાણી પાસે પૈસા ક્યાંથી આવે છે?
અદાણીની મોટાભાગની સંપત્તિ અદાણી ગ્રૂપમાં તેમના જાહેર હિસ્સામાંથી મેળવે છે જે કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 2022ના સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, ગૌતમ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં 75% હિસ્સો ધરાવે છે. તેઓ અદાણી ગેસના લગભગ 37%, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 65% અને અદાણી ગ્રીન એનર્જીનો 61% હિસ્સો ધરાવે છે. આ તમામ કંપનીઓ જાહેર ક્ષેત્રમાં વેપાર કરે છે તેમાથીઅદાણી આ આવક મેળવે છે, તેમની કંપનીનું હેડ ક્વાટર અમદાવાદ સ્થિત છે.

અદાણીની બિલિયોનિયર બનાવવ સુધીની સફર
બ્લૂમબર્ગ અનુસાર, અદાણી ભારતમાં સૌથી મોટા પોર્ટ ઓપરેટર, થર્મલ કોલસા ઉત્પાદક અને કોલસાના, અને ગેસના વેપારી છે. ગૌતમ અદાણીનો જન્મ ગુજરાતમાં થયો હતો. કૉલેજ ડ્રોપ આઉટ પછી કિશોરાવસ્થામાં તેઓ મુંબઈ ગયા અને તેમના વતન પાછા ફરતા પહેલા હીરાના વ્યવસાયમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે તેમના ભાઈના પ્લાસ્ટિકના વ્યવસાય માટે પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC)ની આયાત સાથે તેમનો વૈશ્વિક બિઝનેસ શરૂ કર્યો. 1988 માં, તેમણે અદાણી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી, જે માલસામાનની આયાત અને નિકાસ માટે એક સમૂહની મુખ્ય કંપની છે.


અદાણીએ 2009માં  ઉર્જા નિર્માણ ક્ષેત્રે પ્રવેશ  
અદાણી એન્ટરપ્રાઇઝે 1994માં ગુજરાત સરકાર પાસેથી મુન્દ્રા પોર્ટ પર પોતાનો કાર્ગો હેન્ડલ કરવા માટે પોર્ટ ફેસિલિટી સ્થાપવાની મંજૂરી લીધી હતી. પ્રોજેક્ટમાં સંભવિતતા જોઈને અદાણીએ તેને કોમર્શિયલ પોર્ટમાં ફેરવવાનું નક્કી કર્યું. તેમણે ભારતમાં સૌથી મોટું બંદર બનાવવા માટે સમગ્ર ભારતમાં 500થી વધુ જમીનમાલિકો સાથે વ્યક્તિગત રીતે વાટાઘાટો કરીને રેલ અને જમીન માર્ગ જોડાણનું નિર્માણ કર્યું. 

 બે વાર મોતને હાથતાળી દઇને આ સ્થાને પહોંચ્યાં 
અદાણીએ 2009માં પાવર જનરેશનમાં પ્રવેશ કર્યો હતો. મુંદ્રા પોર્ટની વેબસાઈટ અનુસાર, અબજોપતિ અદાણીનું 1997માં  ગુંડાઓએ ખંડણી માટે અપહરણ કર્યું હતું. વેબસાઈટ અનુસાર, જ્યારે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો ત્યારે તાજ હોટલના બંધકોમાં અદાણી પણ હતા. બે વાર તેઓ મોતને હાથતાળી આપીને આજે આ પોઝિશન પર પહોંચ્યાં છે.

અદાણીને આ માઈલસ્ટોન સુધી લઈ જનાર માઈલસ્ટોન
ગૌતમ અદાણીનો જન્મ 1962માં અમદાવાદ, ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાત ખાતે થયો હતો.
1980માં મુંબઈમાં હીરાના વેપારી તરીકે કામ કર્યું.
1981માં તેમના ભાઈને તેમની પ્લાસ્ટિક ફેક્ટરીમાં મદદ કરવા અમદાવાદ પરત ફર્યા.
1988માં તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી.
1994 માં, તેમની કંપનીના કાર્ગોને હેન્ડલ કરવા માટે મુન્દ્રા ખાતે બંદર સ્થાપવાની મંજૂરી મળી.
1997 માં, અદાણીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી માટે તેને બંધક બનાવવામાં આવ્યો હતો.
મુન્દ્રા પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ભારતમાં 2007માં બિઝનેસ શરૂ કર્યો હતો.
2008માં મુંબઈની તાજ હોટલ પર થયેલા હુમલામાં તે બાલ બાલ બચ્યાં હતા.
અદાણી પાવરે 2009માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.
અદાણીએ 2015માં ભારતમાં એવિયેશન બિઝનેસ શરૂ કરી એર પોર્ટ પણ હસ્તગત કર્યા.
  
આ પણ વાંચો- ગૌતમ અદાણી v/s મુકેશ અંબાણી: જાણો એવું શું છે જે અદાણી પાસે છે અને અંબાણી પાસે નથી
Tags :
AdaniBusinessAlonMuskBusinessGautamAdaniGujaratFirstSecondRichestPersonintheworld
Next Article