ગૌતમ અદાણી બન્યા વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિ એટલી વધી કે તમે જાણીને ચોંકી જશો
ભારતના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એવું સ્થાન હાંસલ કર્યું છે જે આજ પહેલાં કોઈ ભારતીયે કર્યું ન હતું. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને તેણે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની સંપત્તિ વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેà
ભારતના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એવું સ્થાન હાંસલ કર્યું છે જે આજ પહેલાં કોઈ ભારતીયે કર્યું ન હતું. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને તેણે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની સંપત્તિ વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ 60.9 બિલિયન ડોલર વધી છે. ફેબ્રુઆરીમાં તે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એપ્રિલમાં તેમની નેટવર્થ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી અને ગયા મહિને તેઓ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા. અમીરોની યાદીમાં મુકેશ અંબાણી અને ચીનના જેક મા ક્યારેય આટલે સુધી પહોંચી શક્યા નથી. મુકેશ અંબાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ અદાણી તેમના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છે.
અદાણીએ તાજેતરના વર્ષોમાં તેમના બિઝનેસને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. તેમણે પોતાના બિઝનેસની શરૂઆત હીરાના વેપારથી કરી હતી પરંતુ પછી કોલસાના વ્યવસાયમાં જોડાઈ ગયા. આજે તેમનું જૂથ કોલસાથી લઈને પોર્ટ્સ, મીડિયા, સિમેન્ટ, એલ્યુમિના અને ડેટા સેન્ટર સુધીના બિઝનેસમાં છે. અદાણી ગ્રૂપ માર્કેટ કેપની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું સમૂહ બની ગયું છે.
ગૌતમ અદાણીની સંપત્તિ
ગૌતમ અદાણી આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેમની સંપત્તિ 137.4 અબજ ડોલર થઈ ગઈ છે. પ્રથમ સ્થાને રહેલા એલોન મસ્કની કુલ સંપત્તિ $251 બિલિયન છે. બીજા સ્થાને રહેલા જેફ બેઝોસની કુલ સંપત્તિ $153 બિલિયન છે. ચોથા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ $1.37 બિલિયનના ઘટાડાથી $136 બિલિયન પર આવી ગઈ છે. ભારતના મુકેશ અંબાણી આ યાદીમાં ટોપ 10માંથી બહાર છે અને તેમની સંપત્તિ $91.9 બિલિયન છે.
Advertisement