Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બીજા નોરતે વરસાદના વિઘ્ન વિના ગરબા પ્રેમીઓ મનભરીને ગરબે ઘુમ્યા, જુઓ તસવીરો

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે બીજા નોરતે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી ઉઠ્યા. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો પરંતુ ગરબા ટાણે વરસાદે પણ વિરામ લેતા ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઇને ખેલૈયાઓ મનભરીને ગરબે ઘુમ્યા.અમદાવાદમાં તાજ હોટલમાં આયોજિત ગુજરાત ફર્સ્ટ મીડિયા પાર્ટનરના ગરબા મહોત્સવમાં બીજા નોરતે રમઝટ જામી હતી. યુવà
બીજા નોરતે વરસાદના વિઘ્ન વિના ગરબા પ્રેમીઓ મનભરીને ગરબે ઘુમ્યા  જુઓ તસવીરો
આદ્યશક્તિની આરાધનાના મહાપર્વની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે બીજા નોરતે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી ઉઠ્યા. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો પરંતુ ગરબા ટાણે વરસાદે પણ વિરામ લેતા ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઇને ખેલૈયાઓ મનભરીને ગરબે ઘુમ્યા.
અમદાવાદમાં તાજ હોટલમાં આયોજિત ગુજરાત ફર્સ્ટ મીડિયા પાર્ટનરના ગરબા મહોત્સવમાં બીજા નોરતે રમઝટ જામી હતી. યુવક અને યુવતીઓ બંને કેડિયુ અને માથે પાઘડી પહેરીને ગરબે ઝૂમી ઉઠી હતી. મોટીમોટી પાઘ અને ઝાકમઝોળ ચણિયાચોળી પહેરીને યુવતીઓએ ગરબામાં જમાવટ કરી હતી. 
તો આ તરફ રંગરાસમાં ગુજરાત ફર્સ્ટ મીડિયા પાર્ટનરનાં ગરબા મહોત્સવમાં પણ ખેલૈયાઓને મોજ પડી ગઇ.  નાના બાળકોથી માંડીને સૌ કોઇ ટ્રેડિશનલ વેરમાં સજ્જ થઇને ગરબા રમતા જોવા મળ્યા. બે વર્ષ કોરોનાને કારણે થંભી ગયેલા પગ ગરબાની ધૂન શરૂ થતા જ થનગનાટ કરવા લાગ્યા. રંગરાસમાં દોઢિયુ, સાદા ગરબા અને ટીમલી જેવા સ્ટેપ્સ રમીને ગરબા પ્રેમીઓએ ભરપૂર એન્જોય કર્યું.
આ તરફ વડોદરામાં રાજવી પેલેસ ખાતે ગરબાની જમાવટ જોવા મળી. બીજા નોરતે હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ મનભરીને ગરબા રમ્યા. તબલા, ઢોલક અને સુરીલા કલાકારોના સ્વરમાં ખેલૈયાઓને ગરબે રમવામાં મોજ પડી ગઇ. રાજવી પરિવાર ઉજવણી સાથે સાંસ્કૃતિક પ્રોત્સાહન જેવા મૂલ્યોમાં માને છે. અને આનું મૂર્ત સ્વરૂપ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા છે. આ મહેલ બરોડા ગોલ્ફ ક્લબ, મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ જેવા આકર્ષણો સાથે ફેલાયેલો વિશાળ કમ્પાઉન્ડ વિસ્તાર ધરાવે છે.
રાજકોટના શાસ્ત્રી મેદાન પર મુંબઈના વિખ્યાત બામ્બુ બીટ્સના ડાંડિયાના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝુમી ઉઠ્યા.  ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવતીઓએ કંઇક હટકે સ્ટાઇલમાં જ ગરબા રમતી જોવા મળી. ગરબાની રમઝટમાં સૌથી સારૂ રમનાર ખેલૈયાને પ્રિન્સ અને પ્રિન્સેસના ઈનામથી નવાજવામાં આવ્યા હતા .તો સૌથી સારા ડ્રેસીંગ સાથે આવેલા ખેલૈયાને રોયલ ડ્રેસીંગનો એવોર્ડ અપાયો હતો.
 
આ તરફ જામનગરમાં પણ નવરાત્રિનો માહોલ જામ્યો. આ ગરબામાં નાના બાળકોથી માંડીને સૌ કોઇ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નાની બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇને ડોઢિયા અને અલગ અલગ સ્ટેપ્સ કરતી જોવા મળી હતી. 
Advertisement
Tags :
Advertisement

.