Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BCCIના અધ્યક્ષ પદેથી ગાંગુલીનું નીકળવું લગભગ નિશ્ચિત, જાણો કોણ લેશે જગ્યા

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ટોચના હોદ્દા પર ફેરફારો લગભગ નિશ્ચિત છે. ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી બીસીસીઆઈની જવાબદારીમાંથી રાજીનામું આપી શકે છે અને તેમના સ્થાને નવા અધ્યક્ષ તરીકે અનુભવી રોજર બિન્ની (Roger Binny)ને લેવામાં આવશે, જે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી BCCIના અધ્યક્ષ છે અને તે 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM)
bcciના અધ્યક્ષ પદેથી ગાંગુલીનું નીકળવું લગભગ નિશ્ચિત  જાણો કોણ લેશે જગ્યા
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ટોચના હોદ્દા પર ફેરફારો લગભગ નિશ્ચિત છે. ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી બીસીસીઆઈની જવાબદારીમાંથી રાજીનામું આપી શકે છે અને તેમના સ્થાને નવા અધ્યક્ષ તરીકે અનુભવી રોજર બિન્ની (Roger Binny)ને લેવામાં આવશે, જે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી BCCIના અધ્યક્ષ છે અને તે 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM)મા બિન્ની માટે પદ છોડશે.
રોજર બિન્ની હશે આગામી અધ્યક્ષ
બોર્ડ ઓફ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCCI)ના નવા અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને ભારતીય ખેલાડી સ્ટુઅર્ડ બિન્નીના પિતા રોજર બિન્ની (Roger Binny) આગામી અધ્યક્ષ હશે, જ્યારે જય શાહ BCCI સેક્રેટરી અને રાજીવ શુક્લા (Rajeev Shukla) ઉપાધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સૌરવ ગાંગુલીએ ICCના અધ્યક્ષ અથવા બોર્ડના અધ્યક્ષ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેની પાસે IPLના ચેરમેન બનવાની ઓફર પણ છે. સૌરવ ગાંગુલી 2019મા BCCIના અધ્યક્ષ બન્યા હતા, પરંતુ હવે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે સૌરવ ગાંગુલી ICCના અધ્યક્ષ બની શકે છે.
Advertisement

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે યોજાશે
જણાવી દઈએ કે BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. વળી, 13 ઓક્ટોબરે આવનારી તમામ અરજીઓની ચકાસણી કરવામાં આવશે. વળી, 14 ઓક્ટોબર સુધી, ઉમેદવારને તેની અરજી પાછી ખેંચવાની તક મળશે. અરજી કરનારી યોગ્ય ઉમેદવારોની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીનું પરિણામ 18 ઓક્ટોબરે જાહેર થશે. એવું માનવામાં આવે છે કે જે પણ આ પદ માટે નોમિનેશન ભરશે તેની જીત લગભગ નિશ્ચિત છે. જોકે, ચૂંટણી ન થાય ત્યાં સુધી કંઈપણ કહેવું વહેલું ગણાશે.
જાણો BCCI ના નવા અધ્યક્ષ રોજર બિન્ની વિશે
રોજર બિન્ની 1983નો વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર પણ હતા. તેમણે 8 મેચમાં 18 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. રોજર બિન્નીએ 3.81ની ઇકોનોમીથી રન આપ્યા હતા. રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયા સામે 29 રનમાં 4 વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે તેણે ટૂર્નામેન્ટની તમામ મેચોમાં વિકેટો મેળવી હતી.
Tags :
Advertisement

.