Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અજય દેવગનના કારણે ફિલ્મનું વેઇટેજ વધ્યું, વિજય રાજે માર્યું મેદાન

'ગંગુબાઇ કાઠિયાવાડી'  આજે થિયેટરમાં  રિલિઝ થઇ ચૂકી છે.  ત્યારે લોકોએ આ ફિલ્મ વિશે સોશિયલ મિડીયામાં પેતાના પ્રતિભાવો શેર કર્યા હતાં.  ફિલ્મમાં આલિયા દમદાર અંદાજમાં નજરે પડે છે. લોકો ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યાં છે, ફિલ્મમાં આલિયા ભટ્ટના દમદાર ડાયલોગથી લઈને અજય દેવગણની ધમાકેદાર એન્ટ્રી પર લોકોએ થિયેટરમાં જોરદાર તાળીઓ વગાડી હતી.આજે  ફર્સ્ટ ડે ફસ્ટ ડે શો જોનારા દર્શકોએ આ ફિલ્
અજય દેવગનના કારણે ફિલ્મનું વેઇટેજ વધ્યું  વિજય રાજે માર્યું મેદાન
'ગંગુબાઇ કાઠિયાવાડી'  આજે થિયેટરમાં  રિલિઝ થઇ ચૂકી છે.  ત્યારે લોકોએ આ ફિલ્મ વિશે સોશિયલ મિડીયામાં પેતાના પ્રતિભાવો શેર કર્યા હતાં.  ફિલ્મમાં આલિયા દમદાર અંદાજમાં નજરે પડે છે. લોકો ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યાં છે, ફિલ્મમાં આલિયા ભટ્ટના દમદાર ડાયલોગથી લઈને અજય દેવગણની ધમાકેદાર એન્ટ્રી પર લોકોએ થિયેટરમાં જોરદાર તાળીઓ વગાડી હતી.આજે  ફર્સ્ટ ડે ફસ્ટ ડે શો જોનારા દર્શકોએ આ ફિલ્મને વખાણી છે.ઘણાં લોકોનું માનવું છે કે ,અજય દેવગનના કારણે ફિલ્મનું વેઇટેજ વધી ગયું છે ,તો વિજય રાજે તેની એક્ટિ્ંગથી છવાયેલો જોવાં મળ્યો. ફિલ્મ જોનાર એક દર્શકે ટ્વિટર પર લખ્યું છે કે ,'ગંગુબાઇ કાઠિયાવાડી'નો પહેલો ભાગ લાજવાબ છે.

ગંગુબાઇનો લૂક પણ સોશિયલ મિડિયામાં ટ્રેન્ડીંગ
'ગંગુબાઇ કાઠિયાવાડી'ની રિલિઝ સાથે ગંગુબાઇનો લૂક પણ સોશિયલ મિડિયામાં છવાયેલો છે. એક નાની બાળકીનો વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં  ભારે વાયરલ  થઇ રહ્યો છે. જેમાં એક નાનકડી  છોકરી ગંગુબાઇ લૂકમાં નજરે પડે છે. વ્હાઇટ સાડી અને માથા પર લાલ બિંદીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ખુદ આલિયા ભટ્ટે આ વિડીયો શેર કર્યો છે. ઉર્ફી જાવેદે પણ ગંગુબાઇ લૂક સાથેનો વિડીયો શેર કર્યો છે. ઘણાં ફેન્લે કહ્યું કે  પહેલી વાર પરાં કપડાં પહેર્યાં છે.
 

સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ રિલિઝ પર બેન અંગેની અરજી ફગાવી 
સંજય લીલા ભણસાલીની ફિલ્મો રિલિઝ પહેલાં જ  ચર્ચામાં રહેતી હોય છે. ગઇકાલે જ સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ રિલિઝ પર બેન અંગેની અરજી ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે ફિલ્મના નિર્માતા, અને અભિનેત્રી આલિયા ભટ્ટ સામે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે. સાથે જ 'ધ માફિયા ક્વિન્સ ઓફ બોમ્બે'ના લેખક વિરુદ્ધ પણ જાહેરહિતની અરજી કરી હતી. જેમાં તેમણે માનહાનિનો દાવો કર્યો હતો. આ ફિલ્મથી તેમના પરિવારને સામાજીક ઇમેજ બગડી રહ્યી છે. પરંતુ  બોમ્હે હાઇકોર્ટે અને સુપ્રિમ કોર્ટે બંન્ને ન્યાયલયે આ અરજી ખારીજ કરી દીધી હતી.  
Advertisement
Tags :
Advertisement

.