Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તરાખંડમાં ચાલુ કારમાં 6 વર્ષની બાળકી અને તેની માતા સાથે સામૂહિક દુષ્કર્મ

ઉત્તરાખંડમાં સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. 6 વર્ષની બાળકી અને તેની માતા સાથે સામુહિક દુષ્કર્મ કરાયુ હતું. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ કારમાં લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ ઉત્તરાખંડના હરિદ્વાર જીલ્લાના રુડકીનો છે. મોડી રાત્રે આ મહિલા પોતાની 6 વર્ષની પુત્રી સાથે કલીયરથી રુડકી આવી રહી હતી. રસ્તામાં તેણે કાર ચાલક પાસે
11:24 AM Jun 27, 2022 IST | Vipul Pandya
ઉત્તરાખંડમાં સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. 6 વર્ષની બાળકી અને તેની માતા સાથે સામુહિક દુષ્કર્મ કરાયુ હતું. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ કારમાં લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું હતું. 
આ બનાવ ઉત્તરાખંડના હરિદ્વાર જીલ્લાના રુડકીનો છે. મોડી રાત્રે આ મહિલા પોતાની 6 વર્ષની પુત્રી સાથે કલીયરથી રુડકી આવી રહી હતી. રસ્તામાં તેણે કાર ચાલક પાસે લિફ્ટ માગી હતી. આરોપ છે કે કાર સવાર યુવકોએ ચાલુ કારમાં સગીરા અને તેની માતા સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ માતા પુત્રીને ગંગનહર પાટા પાસે છોડીને ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ મહિલા પોલીસ સમક્ષ પહોંચી હતી અને આપવિતી વર્ણવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે આખી રાત આરોપીઓની શોધખોળ કરી હતી પણ પોલીસને કોઇ જ માહિતી મળી શકી ન હતી.
બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી. સગીરા પર સર્જરી કરાઇ હતી અને હવે તેની હાલત સુધારા પર છે. આ મામલામાં પોલીસે મહિલાનું નિવેદન લઇને તપાસ શરુ કરી હતી. 
પોલીસે ઘટના સ્થળની આસપાસના તમામ સીસી ટીવી ફૂટેજ ચકાસવાની સાથે આ વિસ્તારમાં રાત્રે પસાર થયેલા તમામ વાહનોની ચકાસણી શરુ કરી હતી. આ વિસ્તારમાં રાત્રે સક્રિય તમામ મોબાઇલ નંબરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સંદિગ્ધોની પણ પૂછપરછ કરાઇ રહી છે. જો કે પોલીસને આરોપીઓ વિશે કોઇ જ નક્કર કડી મળી ન હતી. 
Tags :
carGangRapgirlsGujaratFirstUttarakhandwomen
Next Article