GaneshChaturthi 2023 : દુંદાળા દેવને કેમ વર્જિત છે તુલસી ?
હિન્દુ માન્યતા અનુસાર 33 કરોડ દેવી દેવતાઓની આરાધના કરવા માટેના નિયમો પણ ઘણા અલગ છે. એવું મનાય છે કે દેવી-દેવતાઓને વિવિધ વસ્તુઓ ધરાવવાનું આપણા ધર્મમાં વિશિષ્ટ મહત્વની મનાય છે. જેમા ઘણી વસ્તુઓ ભગવાનને ધરાવવી કે તેની દ્વારા પૂજા કરવી વર્જિત મનાય છે.એકવાર કિશોર ગણેશજી તપમાં લીન હતા તેમના આકર્ષક સ્વરુપને જોઈને તુલસી તેમની પર મોહિત થઈ ગઈ અને તેમની સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો. ત્યારે તેમણે બ્રહ્મચારી હોવાનું કહીને આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આ કારણે તુલસી ક્રોધિત થઈ ગઈ અને તેમણે ગણેશ ભગવાનને શ્રાપ આપી દીધો કે તેમના બે વિવાહ થશે. ગણેશ ભગવાને પણ તુલસજીને શ્રાપ આપી દીધો કે તેનો વિવાહ એક અસુર સાથે થશે. આ શ્રાપ મળ્યા બાદ તુલસીજીએ ગણેશ ભગવાનની માફી માંગી, પરંતુ ગણેશ ભગવાને કહ્યું કે તેઓ શ્રાપ પાછું નહીં લઈ શકે. તેથી તુલસીનો વિવાહ શંખચૂડ નામના રાક્ષસ સાથે થઈ જાય છે પરંતુ તે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પ્રિય બને છે અને કળિયુગમા મોક્ષનો માધ્યમ બની છે. શ્રાપ દેવા માટે અને શ્રાપથી બચવાનો માર્ગ બતાવતા ગણેશજીએ જણાવ્યું કે, મારી પૂજામાં ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ નહીં થાય.