ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2024 સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દુનિયાનું સૌથી વિકસિત મતક્ષેત્ર હશે- કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદ નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યાં હતાં.  કેન્દ્ર સરકારની સહાય બાદ રાજ્ય સરકાર અને AMCદ્વારા બનનાર આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમૂહર્ત કરાયું છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતીમાં ભારતમાતાની જયના નારા સાથે સંબોધન શરà«
01:21 PM May 29, 2022 IST | Vipul Pandya
અમદાવાદ નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યાં હતાં. 
 
કેન્દ્ર સરકારની સહાય બાદ રાજ્ય સરકાર અને AMCદ્વારા બનનાર આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમૂહર્ત કરાયું છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતીમાં ભારતમાતાની જયના નારા સાથે સંબોધન શરુ કર્યું હતું.  ગુજરાતમાં ગોલ્ડ લાવવાના સંકલ્પ સાથે ભારતમાતાની જયજયકાર કરાવી હતી. ગુજરાતના તમામ ઉપસ્થિત રાજકીય ગાંધીનગર લોકસભા ક્ષેત્રના મહાનુભાવોને રામરામ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું સંબોધની શરુઆત કરી. તેમણે જણાવ્યું કે ,દરેકના હદયમાં આજે આનંદનો ઉમળકો છે. મારા જેવાં કાર્યકર્તાનો આ જગ્યાથી ખૂબ જૂનો નાતો છે. અહીંથી 100 મીટર દૂર જ મારું ઘર છે. અવારનવાર અહીં ક્રિકેટ રમાતાં જોઇ છે. . 50 વર્ષથી આજ મેદાનમાં કબડ્ડી ક્રિકેટની રમતો રમાતી આવી છે,  પણ તેને વિકસાવાવમાં  કોઇની નજર ના પડી. ત્યારે વડાપ્રધાન મોદીજીએ તક આપી છે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જગ્યા વિકસાવવા  500 કરોડ રુપિયા ગાંધીનગર માટે આપો તેવી વિનંતી કરી અને  સાહેબે ધડાક કરીને આપ્યાં.અને આ કોમપ્લેક્ષ બનશે, આજે પણ આસપાસના નારણપુરા, સાબરમતી વોર્ડની અનેક શાળાઓમાં મેદાન નથી, બાળકોને રમવાની જગ્યાં નથી તેથી જ્યાં બાળકો માટે સુવિધા નથી  કે મેદાન નથી તે તમામ બાળકો અહીં રમી શકશે.
આજના આધુનિક બાળકોને હાર પચાવચા નથી આવડતી, બાળકોમાં રમતગમતના અભાવામાં ઘણી ત્રુટિઓ આવી છે. તેથી જીવનમાં રમતજગત જરુરી છે. હું ખાત્રી આપું છું કે બરાબર 30 મહિના માં 50 વર્ષથી આ જગ્યા રિઝર્વ હતી ત્યાં કોમ્પલેક્ષ બની જશે. હવે રમતગમત વીરોનું સપનું પૂરું થશે. આજ નારણપુરાની ઘરતી પરથી ગોલ્ડ મેડલ વાળા ખેલાડીઓ બહાર આવશે. 
વડાપ્રધાન મોદીએ રમતગમત ક્ષત્રે ઘણી સુવિધા આપી
વડાપ્રધાન મોદીએ રમતગમત ક્ષત્રે ઘણી સુવિધા આપી જેનાથી આજે વર્લ્ડ રેકોર્ડ તૂટશે. આઇપીએલમાં એક સાથે 1 લાખથી વધુ દર્શકો મેચ જોઇ શકશે. નવા સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખ્યું. સાથે જ  સરદાર પટેલ સ્પોટ્સ કોમ્પલેક્ષ માટે અલાયદા જગ્યા આપી. જેનાથી ઓલ્પિક માટેની આંતરરષ્ટ્રીય કક્ષાના 3 મેદાન બનશે. દેશમાં યુવાઓ રમતગમત ક્ષેત્રે વાળવાનો પ્રયાસ તેમજ લશ્કરી ભરતીમાં ગુજરાતીઓ નથી જતાં તે મહેણું નરેન્દ્ર મોદી સરકારે ભાંગ્યું છે. સાથે જ ગુજરાતી એટલે  પહેલાં દાળભાત ખાવાં વાળાં પણ  હવે રમતગમતમાં તેઓ નંબર 1 પર જશે. અમિત શાહે કહ્યું કે હું જાતે નજર રાખીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સમયસર કરાવીશ, બરોબર 30 મહિનામાં પીએમ મોદીને અહીં ઉદ્ધાટન માટે બોલાવીશું. ભારત સરકારની 5 બેઠકો યોજીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ડીઝાઇન તૈયાર કરાઈ છે. લશ્કરમાં ભરતી અને રમતગમતમાં ગુજરાત પાછળ રહેતું હતું. નારણપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવા જઇ રહ્યું છે. શહેરમાં અનેક શાળાઓ એવી છે જ્યાં મેદાન નથી તેમને સાંકળવામાં આવશે. 
પોતાના મતક્ષેત્રમાં કરેલાં કામોની માહિતી આપી 
ગાંધીનગર ક્ષેત્રની વાત કરું તો ટોટલ 8613 કરોડના કામો, ગાંધીનગરમાં 1984 કરોડના કામ, 561 વેજલપુર, સાબરમતી વોર્ડમાં 634, સાંણંદમાં પણ 449 કરોડના વિકાસના કામો કર્યાં છે. હું વિશ્વાસ અપાવું છું કે તમે મને સંસદમાં મોકલ્યો છે તેથી દેશના સૌથી વિકિસત મતક્ષેત્ર તરીકે આપણું મતક્ષેત્ર બનાવીશ. તમામ શાળા સંચાલકોને  આ કોમ્પલેક્ષમને પોતાની શાળાઓ સાથ જોડવું જેથી ક્ષેત્રના તમામ બાળકોને રમત ગમત દ્વાર સારા માનવી બનાવવાનું કામ કરી શકાય.  આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને  આપણા ખેલાડીઓ 1થી 5માં પહોચવાનું કામ પણ વડાપ્રધાન મોદીને આભારી છે. હજુ આગળ વધવાનું છે.  કેન્દ્રમાં રહેલી સરકારે આ 8 વર્ષમાં દેશને દુનિયાની દર્ષ્ટિએ આગળ લઇ ગયાં. આજે વૈશ્વિક લેવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિપ્રાય મહત્ત્વનો મનાય છે. 2024 સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દુનિયામાં  સૌથી વિકસિત મતક્ષેત્ર હશે તેની હું તમામને ખાત્રી આપું છું.

612 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે
આ કોમ્પલેક્ષની વિશેષતાએ છે કે તેમાં એક સાથે 18 રમત અને 7000 પ્રેક્ષક બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. જેમાં વૈશ્વિક કક્ષાની ચાર વોલીબોલ પીચ,બે ફૂટબોલ પીચ,સ્વિમિંગ પુલ,ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા કરાશે સાથે જ આઉટડોર રમતો માટે પણ સંકુલમાં વ્યવસ્થા કરાઇ છે. આ કોમપ્લેક્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે બનાવાયું છે. જેમાં ગુજરાતના ખેલાડીઓની પ્રતિભા સારી રીતે ઉજાગર થાય તે  માટે ખેલાડીઓને પ્રોત્સાહન અપાશે. એક્વાટિક કોમ્પ્લેક્ષ
જેમાં સ્વિમિંગ પુલની સાઇઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવેલી છે. 
કોમ્યુનીટી સ્પોર્ટસ સેન્ટર
06 બેડમિન્ટન કોર્ટ ,
06 ટેબલટેનિસ 
06 કેરમ ટેબલ 
09 ચેસ 
સ્નૂકર અને બિલિયર્ડના 10 ટેબલ 
Tags :
AMITSHAHcenterhomeminsterCMOGujaratGujaratFirstNaranpurasportscomplexinogrationsportscomplex
Next Article