Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લંપટ આસારામને દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા

સંત બનીને ગંદી હરકત કરતા લંપટ આસારામનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. આજે તેને દુષ્કર્મના કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જણાવી દઈએ કે, સોમવારે આસારામને દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આસારામ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમાં કહà
10:31 AM Jan 31, 2023 IST | Vipul Pandya
સંત બનીને ગંદી હરકત કરતા લંપટ આસારામનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. આજે તેને દુષ્કર્મના કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. જણાવી દઈએ કે, સોમવારે આસારામને દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આસારામ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે આસારામની સજાની જાહેરાત આજે (31 જાન્યુઆરી) કરવામાં આવશે.
ગાંધીનગર સેશન્સ કોર્ટે એક દાયકા જૂના યૌન શોષણના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અમદાવાદમાં પોતાના આશ્રમમાં શિષ્યાને વાસનાનો શિકાર બનાવનાર આસારામને સેશન્સ કોર્ટના જજ ડીકે સોનીએ સોમવારે દોષિત ઠેરવ્યા છે. મંગળવારે સજા પરની ચર્ચા બાદ કોર્ટે આસ્થાની આડમાં અસમતને લૂંટનારા આસારામને સજા સંભળાવી છે. દુષ્કર્મ કેસમાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. જણાવી દઈએ કે આસારામને 2013માં એક પૂર્વ મહિલા અનુયાયી દ્વારા દાખલ કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને 371 અને 376 કલમ હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત તેને 50 હજારની દંડની પણ સજા સંભળાવવામાં આવી છે.  

નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપશે
10 વર્ષથી જેલવાસ ભોગવી રહેલા આસારામને કોર્ટ તરફથી નવો ઝટકો લાગ્યો છે. તેના વકીલનું કહેવું છે કે હવે તે હાઈકોર્ટનો સંપર્ક કરશે. આસારામના વકીલે એમ પણ કહ્યું કે, 'અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું.' અત્રે તમને જાણવાની જરૂર છે કે હજુ સુધી આસારામ બાપુને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. દુષ્કર્મના અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારપછી આસારામ વતી સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરવામાં આવી હતી કે તેની ઉંમર થઇ ગઇ છે. તે ઘણી બીમારીઓથી પીડિત છે. આ સંજોગોમાં તે જામીન માટે હકદાર છે. પરંતુ તેમ છતાં કોર્ટ તરફથી કોઈ રાહત મળી ન હોતી. આગળની સૂચના સુધી સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
મામલો શું છે?
અગાઉ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આર.સી.કોડેકર, સેશન્સ કોર્ટના જજ ડી.કે.સોનીએ સજા પર બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને 3.30 વાગ્યા સુધી અંતિમ આદેશ અનામત રાખ્યો હતો. 81 વર્ષના આસારામ બાપુ હાલમાં જોધપુરની જેલમાં કેદ છે જ્યાં તેઓ 2013માં રાજસ્થાનમાં તેમના આશ્રમમાં એક સગીર છોકરી પર દુષ્કર્મ કરવાના અન્ય એક કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો - મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AsaramBapuGandhinagarCourtGujaratFirstLifeimprisonmentLifeImprisonmentinRapeCase
Next Article