Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાતના અંધકારમાં એક કિન્નરે યુવતીની આબરુ લૂંટાતા બચાવી, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે ત્રણ લૂંટારુઓની ચુંગાલમાંથી યુવતીને મુક્ત કરાવનાર કિન્નર નૂતન દેના હિંમતપૂર્વકના સરાહનીય કાર્ય બદલ સ્થાનિક નેતા   સન્માન કરવામાં આવશે. ગાંધીનગર પોલીસે પણ નૂતન દેનું સન્માન કરવાની જાહેરાત કરી છે.રાતના અંધકારમાં યુવતીની આબરું લૂંટાતા બચાવીકિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે શનિવારે રાત્રે બનેલી ઘટનાની સિલસિલાબંધ વાતચીત à
રાતના અંધકારમાં એક કિન્નરે યુવતીની આબરુ લૂંટાતા બચાવી  જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે ત્રણ લૂંટારુઓની ચુંગાલમાંથી યુવતીને મુક્ત કરાવનાર કિન્નર નૂતન દેના હિંમતપૂર્વકના સરાહનીય કાર્ય બદલ સ્થાનિક નેતા   સન્માન કરવામાં આવશે. ગાંધીનગર પોલીસે પણ નૂતન દેનું સન્માન કરવાની જાહેરાત કરી છે.
રાતના અંધકારમાં યુવતીની આબરું લૂંટાતા બચાવી
કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે શનિવારે રાત્રે બનેલી ઘટનાની સિલસિલાબંધ વાતચીત કરી હતી. નૂતન દેએ કહ્યું હતું કે, 'હું 15 ઓક્ટોબરે શનિવારે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ગાંધીનગર એસટી ડેપો નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મને અચાનક રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાંથી યુવતીની 'બચાવો...બચાવો'ની બૂમો સંભળાઈ. જેથી મેં એકપળનો પણ વિચાર કર્યા વગર જે તરફથી અવાજ આવતો હતો ત્યાં પહોંચી હતી. ત્યાં જઈને મેં જોયું તો ત્રણ યુવકો હતા જેઓ યુવતીને લૂંટી રહ્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કરી રહ્યા હતા.
વડોદરાની યુવતીને તેનો મિત્ર બસ સ્ટેન્ડ પર મૂકવા આવ્યો હતો
વડોદરામાં રહેતી યુવતી કોઈ કામ માટે ગાંધીનગર આવી હતી. અહીંથી પરત વડોદરા જવા માટે તેનો મિત્ર તેને બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવ્યો હતો. આ સમયે યુવતી લઘુશંકા માટે રસ્તાની સાઈડમાં જતા જ લૂંટારુઓએ યુવતી અને તેના મિત્ર પાસેથી દાગીના અને રોકડ લૂંટી બળજબરી કરી હતી.
ત્રણ યુવકો સામે પોલીસ ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ ઘટનાસ્થળ પર પોતાનું બાઈક ભૂલી ગયા હોય પોલીસે બાઈક નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. નૂતન દેના જણાવ્યા મુજબ ત્રણમાંથી બે શખ્સોની ઉમર 20-22 વર્ષ આસપાસની હતી. જ્યારે અન્ય એકની ઉમર 35 વર્ષ આસપાસની છે.
Advertisement
Tags :
Advertisement

.