Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

G-20 અંતર્ગત જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પલાણા આઈ.ટી.આઈ કોલેજ ખાતે કેન્દ્રીય સંચારમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર,નડિયાદ કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને ભારત દ્વારા યજમાનપદે શરુ થયેલી G20સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને G-20સમિટથી ભ
10:21 AM Feb 24, 2023 IST | Vipul Pandya
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પલાણા આઈ.ટી.આઈ કોલેજ ખાતે કેન્દ્રીય સંચારમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર,નડિયાદ કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને ભારત દ્વારા યજમાનપદે શરુ થયેલી G20સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને G-20સમિટથી ભારત કઈ રીતે આવનારા સમયમાં અન્ય દેશોની સરખામણી કરી શકશે તે બાબતની ચર્ચા કરવામાં આવી.
યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. આદિકાળથી ભારત વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પરિવારની ભાવના મૂર્તિમંત કરી રહ્યું છે. G-20અધ્યક્ષતા ભારતની એકતા અને વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. સાથોસાથ મંત્રીશ્રીએ વિધાર્થીઓ સમક્ષ પાર્લિયામેન્ટમાં કરવામાં આવતી કામગીરી વિસ્તૃત માહિતી આપી અને G-20અંતર્ગત ભારતને તા.1 ડિસેમ્બર,2022 થી ૩૦ નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. તેની વિધાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. 
વધુમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તા.1 ડિસેમ્બર 2022ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-20નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખતG-20 નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે G-20અધ્યક્ષપદ અમૃત કાળની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની G20 અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી G-20થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય છે.
G-20નો રસપ્રદ પરિચય વિદ્યાર્થીઓને આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે G-20 અથવા ગૃપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે. જે દુનિયાની60ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ 20 દેશો દુનિયાના 75 ટકા વૈશ્વિક વ્યાપાર અને 85 ટકા જી.ડી.પી. પર પ્રભુત્વ ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન) અને તેનું નિરાકરણ, ટકાઉ વિકાસ જેવા મુદ્દે સભ્ય દેશો સાથે મળીને એક થઈને કામ કરે છે. આ ગ્રુપના એજન્ડા ચલાવવાનું કાર્ય પૂર્વ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષો એમ ત્રણ દેશો સંભાળે છે, આ વર્ષે પૂર્વ અધ્યક્ષ (ઈન્ડોનેશિયા), વર્તમાન અધ્યક્ષ (ભારત) અને ભાવિ અધ્યક્ષ (બ્રાઝિલ) એજન્ડા ચલાવશે. ગૃપ ઓફ ટ્વેન્ટી (G-20) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. 

સામાજિક કે ભૌગોલિક સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે.
સંસદ કાર્યક્રમની ચર્ચામાં G-20ની જરૂરિયાત કેમ ઉભી થઈ? એ સવાલનો વિસ્તૃત જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે દુનિયાના કોઈ એક દેશમાં સર્જાતી આર્થિક, સામાજિક કે ભૌગોલિક સમસ્યા અન્ય દેશોને પણ અસર કરી શકે છે. દા.ત. વર્ષ 2008માં અમેરિકામાં આવેલી આર્થિક મંદી વિશ્વના મોટાભાગના દેશોને મંદીમાં તાણી ગઈ હતી, ભારતે પણ તેનો અનુભવ કર્યો હતો. એટલે જ વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ સાધીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી આ જૂથ બનાવવામાં આવ્યું છે. 
આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે મુખ્ય મંચ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું
G-20ની સ્થાપના વર્ષ 1999માં એશિયાઈ નાણાકીય કટોકટી પછી વિવિધ દેશોના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરો માટે વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવી હતી. 2007ની વૈશ્વિક આર્થિક અને નાણાકીય કટોકટીના પગલે, તેને રાજ્ય/સરકારના વડાઓના સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું હતું, અને 2009માં તેને આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટે મુખ્ય મંચ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સાથોસાથ મંત્રીશ્રીએ G-20ના ઉદ્દેશ્યો વિષે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક સ્થિરતા, સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવા તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન, નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવું અને ભવિષ્યની નાણાકીય કટોકટી અટકાવવી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાનું આધુનિકીકરણ કરવું  તેG-20ના ઉદ્દેશ્યો છે 
કેન્દ્રીય મંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાના અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમમાં 5 થી 7 ટીમ બનાવીને G-20સંમેલન અંતર્ગત ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિબંધ સ્પર્ધા, ગરબા જેવી પ્રતિયોગિતામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્રની કચેરી દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રીમહેશ રાઠવા, આઈ.ટી.આઈ પલાણાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી બી.એમ.પટેલ અને શ્રી વસૈયા,મામલતદાર શ્રીઝાલા અને આઈ.ટી.આઈ કોલેજના અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આપણ વાંચો-નિકોલમાં ગેરકાયદેસર હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DevusinhChauhanescapeG20summitGujaratFirstITICollegeNadiyadParliamentProgram
Next Article