સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાના ડેબ્યૂ માટે ફુલ-ઓન તૈયારી, જુઓ કેવું છે ટીઝર
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ તમામ સ્ટાર કિડ્સની ફિલ્મ ધ આર્ચીઝ નેટફિલિક્સ પર રીલિઝ થવાની છે, જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થઈ ગયું છે.ધ આર્ચીઝ પોસ્ટર આઉટ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ફિલ્મ ધ આર્ચીઝનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ત્રણેય સ્ટાર કિડ્સ àª
Advertisement
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા બોલિવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આ તમામ સ્ટાર કિડ્સની ફિલ્મ ધ આર્ચીઝ નેટફિલિક્સ પર રીલિઝ થવાની છે, જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ થઈ ગયું છે.
ધ આર્ચીઝ પોસ્ટર આઉટ
સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ફિલ્મ ધ આર્ચીઝનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ત્રણેય સ્ટાર કિડ્સ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ ઝોયા અખ્તર બનાવી રહી છે. પોસ્ટરમાં તમને આ ત્રણેય અલગ-અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ ધ આર્ચીસ કોમિકનું બોલિવુડ વર્ઝન છે. તમને જણાવી દઈએ કે જ્યારે ત્રણેય આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રણેયના ફોટોઝ ખૂબ જ વાયરલ થયા હતા. આ ત્રણેય સ્ટાર કિડ્સ ઉપરાંત તેમના માતા-પિતા પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી આ પોસ્ટર અને ટીઝર પર વ્હાલની વર્ષા થઈ રહી છે.
આર્ચીસ અને તેની ગેંગ વચ્ચેની મિત્રતા અને જોરદાર બોન્ડીંગ
આ સાથે જ ફિલ્મનું ટીઝર પણ શેર કરવામાં આવ્યું છે જેમાં ફિલ્મની આખી કાસ્ટ જોવાં મળી રહી છે. દરેક અલગ લૂકમાં દેખાય છે અને મસ્તી કરે છે. આ સાથે આર્ચીસ અને તેની ગેંગ વચ્ચેની મિત્રતા અને જોરદાર બોન્ડીંગ પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સુહાના, ખુશી અને અગસ્ત્યએ ડેબ્યૂ પહેલા એક્ટિંગનો અભ્યાસ પણ કર્યો છે. હવે જોઈએ આ સ્ટાર કિડ્સ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે. ફિલ્મમાં આ ત્રણ ઉપરાંત મિહિર આહુજા, યુવરાજ મેંદા, વેદાંગ રાયના પણ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં અગસ્ત્ય આર્ચી, ખુશી બત્તી અને સુહાના વર્ણિકાનો રોલ કરી રહી છે. આ સિવાય ફિલ્મ વિશે વધુ કોઈ માહિતી સામે આવી નથી. જાણવા મળ્યું છે કે આ ફિલ્મ રેટ્રો થીમ પર આધારિત છે.
બિગ બીની ખાસ પોસ્ટ
તમને જણાવી દઈએ કે બિગ બીએ તેમના દોહિત્રની પ્રથમ ફિલ્મનું પોસ્ટર શેર કરીને તેમની દોહિત્ર માટે એક ખાસ સંદેશ લખ્યો છે. તેમણે લખ્યું, 'બીજો દીકરો આગળ વધી રહ્યો છે. મારા દોહિત્ર અગસ્ત્ય તને ઘણા આશીર્વાદ. લવ યુ.'