Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાગેડુ મેહુલ ચોકસીને મોટી રાહત, ડોમિનિકા સરકાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવ્યો

ભાગેડુ મેહુલ ચોકસીને મોટી રાહત આપતા ડોમિનિકા સરકારે ગેરકાયદે પ્રવેશના કેસમાં તેની સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. મેહુલ ચોક્સી એ સાબિત કરવામાં સફળ રહ્યો હતો કે તેનું એન્ટિગુઆમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં મોટી રાહત મળી  છે. ચોક્સી એ સાબિત કરવામાં સફળ રહ્યો કે તેનું એન્ટિગુઆ અને બાર્બુડાથી અપહરણ કરીને ડà«
06:29 PM May 20, 2022 IST | Vipul Pandya
ભાગેડુ મેહુલ ચોકસીને મોટી રાહત આપતા ડોમિનિકા સરકારે ગેરકાયદે પ્રવેશના કેસમાં તેની સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. મેહુલ ચોક્સી એ સાબિત કરવામાં સફળ રહ્યો હતો કે તેનું એન્ટિગુઆમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં મોટી રાહત મળી  છે. ચોક્સી એ સાબિત કરવામાં સફળ રહ્યો કે તેનું એન્ટિગુઆ અને બાર્બુડાથી અપહરણ કરીને ડોમિનિકામાં લાવવામાં આવ્યું હતું. મેહુલ ચોક્સીએ કહ્યું  કે તેને તેમની ઈચ્છા વિરુદ્ધ ડોમિનિકામાં લાવવામાં આવ્યો હતો. મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સી RAWના એજન્ટોએ તેનું અપહરણ કર્યું હતું.
વાસ્તવમાં મેહુલ ચોક્સી ગયા વર્ષે મે મહિનામાં એન્ટિગુઆથી ગુમ થયો હતો. જ્યાં તે તેના ભત્રીજા નીરવ મોદી સાથે પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને 2018 માં ભારતથી ભાગી ગયો હતો. સત્તાવાળાઓએ તેને 900 કિમીથી વધુ દૂર ડોમિનિકન ટાપુઓ પર શોધી કાઢ્યો અને 26 મેના રોજ એન્ટિગુઆ અને બાર્બુડાથી “ગેરકાયદેસર” દેશમાં પ્રવેશવા બદલ તેની ધરપકડ કરી હતી. એન્ટિગુઆ પોલીસને કરેલી ફરિયાદમાં મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે તે એન્ટિગુઆનો નાગરિક હતો અને તેને બળજબરીથી ડોમિનિકામાં લાવવામાં આવ્યો હતો. આ સાથે તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ષડયંત્રમાં ભારતની ગુપ્તચર એજન્સી RAWના એજન્ટો પણ સામેલ હતા., તેની કાનૂની ટીમે ચાર વ્યક્તિઓની ઓળખ કરી છે. 
જોકે, ભારતીય અધિકારીઓએ ક્યારેય ચોક્સીના દાવાને સમર્થન આપ્યું નથી. મેહુલ ચોકસીને ભારતને સોંપવા ડોમિનિકાને પણ વિનંતી કરી હતી.મેહુલ ચોક્સીએ ગુરમીત સિંહ અને ગુરજીત ભંડાલની ઓળખ કરી હતી અને દાવો કર્યો હતો કે આ બે શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને બંને RAWના એજન્ટ હતા. ચોક્સીએ તેના નજીકના પરિચિત બાર્બરા જરાબીકાને પણ ઓળખી કાઢ્યા હતા, જેના ઘરેથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.
Tags :
caseofillegalentryDominicangovernmentGujaratFirstMehulChoksi
Next Article