Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર, જાણો ક્યું બિલ પરત લેવાશે

આજથી બે દિવસીય વિઘાનસભા (Assembly)ના અંતિમ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ના હવે ભણકારા વાગી રહ્યા છે ત્યારે  ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લું સત્ર મળશે. આંદોલનો વચ્ચે વિધાનસભા સત્ર રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર એક તરફ  સરકારી કર્મચારીઓના ધરણાં અને હડતાળ ચાલી રહ્યા છે તો બીજી તરફ બુધવારે ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. બે દિવસના આ સત્àª
આજથી ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર  જાણો ક્યું બિલ પરત લેવાશે
આજથી બે દિવસીય વિઘાનસભા (Assembly)ના અંતિમ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ના હવે ભણકારા વાગી રહ્યા છે ત્યારે  ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લું સત્ર મળશે. 
આંદોલનો વચ્ચે વિધાનસભા સત્ર 
રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર એક તરફ  સરકારી કર્મચારીઓના ધરણાં અને હડતાળ ચાલી રહ્યા છે તો બીજી તરફ બુધવારે ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. બે દિવસના આ સત્રમાં આજે શોક ઠરાવ અને વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. 
વિધાનસભા સત્રમાં 7 વિધેયક રજૂ કરાશે
વિધાનસભાના ચોમાસા સત્રમાં 7 બિલ રજૂ કરવામાં આવશે. સત્રના પહેલા દિવસે ચાર બિલ પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે ટૂંકા પ્રશ્નોનો પ્રશ્નોત્તરી કાળ રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. માલ સામાન, રખડતાં ઢોર નિયંત્રણ બિલ તથા સેવા વેરા વિધેયક, ગુજરાત આતંકવાદ અને ગુજરાત વિદ્યુત ઉધ્યોગના વિધેયક પર સત્રમાં ચર્ચા કરવામાં આવશે. 
પહેલાં જ દિવસે રખડતાં ઢોર નિયંત્રણ બિલ પરત લેવાશે
સત્રના પહેલાં જ દિવસે આજે રખડતાં ઢોર નિયંત્રણ બિલ પર લેવામાં આવશે. તાજેતરમાં રાજ્ય સરકારે બિલ પરત લેવાની જાહેરાત કરી હતી. માલધારી સમાજના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને રજૂઆતો બાદ આ બિલ પરત લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો. વિધાનસભામાં આજે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા આ મામલે જાહેરાત કરી શકે છે. 

કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે
બે દિવસના વિધાનસભા સત્રમાં વિપક્ષ કોંગ્રેસ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના ધારાસભ્યોની આ મામલે મંગળવારે ખાસ બેઠક પણ મળી હતી. બીજી તરફ ભાજપે પણ મંગળવારે તેના ધારાસભ્યોની ખાસ બેઠક બોલાવી હતી. કોંગ્રેસ ચોમાસુ સત્રને લંબાવવા માગ કરી છે. કોંગ્રેસ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતીમાં આ મુદ્દો ઉઠાવશે. 
Advertisement
Tags :
Advertisement

.