વર્ષ 2030થી ફૂડ ડિલિવરી માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે
દિલ્હીમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સામે સરકારે લાલ આંખા કરી છે. સરકારે કંપનીઓ, કેબ એગ્રીગેટર્સ અને ઈ-કોમર્સ કંપનીઓ માટે નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે. તે તમામ કંપનીઓના વાહનોના કાફલામાં ઇ-વાહનો ફરજિયાત કરે તે અંગે ડ્રાફ્ટ રજૂ કરાયો છે. સરકારે આ યોજના અંગે કંપનીઓ પાસે પ્રતિસાદ માંગ્યોડ્રાફ્ટ પોલિસી 'દિલ્હી મોટર વ્હીકલ એગ્રીગેટર સ્કીમ' અનુસાર, પોલીસી 1 એપ્રિલ, 2030 સુધીમાં તમામ કે
દિલ્હીમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સામે સરકારે લાલ આંખા કરી છે. સરકારે કંપનીઓ, કેબ એગ્રીગેટર્સ અને ઈ-કોમર્સ કંપનીઓ માટે નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે. તે તમામ કંપનીઓના વાહનોના કાફલામાં ઇ-વાહનો ફરજિયાત કરે તે અંગે ડ્રાફ્ટ રજૂ કરાયો છે.
સરકારે આ યોજના અંગે કંપનીઓ પાસે પ્રતિસાદ માંગ્યો
ડ્રાફ્ટ પોલિસી 'દિલ્હી મોટર વ્હીકલ એગ્રીગેટર સ્કીમ' અનુસાર, પોલીસી 1 એપ્રિલ, 2030 સુધીમાં તમામ કેબ કંપનીઓ, ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે ઇ-વાહનો ફરજિયાત કરવા મુદ્દે સરકારે આગામી ત્રણ સપ્તાહમાં આ યોજના અંગે લોકો પાસેથી પ્રતિસાદ પણ માંગ્યો છે.
નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા થશે તો દંડ વસૂલવામાં આવશે
નવી નીતિમાં પણ આનો ઉલ્લેખ છે. કે જો આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા જણાશે તો સરકાર દંડ વસૂલશે. નવી નીતિમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એપ્રિલ 2030 નિર્ધારિત સમય મર્યાદા પહેલાં, જો આ સર્વિસ સાથે સંકળાયેલા વાહનોમમાં ઇ-વ્હીકલ સામેલ કરવામાં આવે તો 2030 સુધીમાં, તમામ કેબ કંપનીઓ, ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સ કંપનીઓ માટે તેમના વાહનોના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વ્હીકલ) રાખવા ફરજિયાત બનશે. સરકાર ઈ-કોમર્સ કંપનીઓ માટે તેમના વાહનોમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વ્હીકલ) રાખવા ફરજિયાત રહેશે. સરકારે આગામી ત્રણ અઠવાડિયા માટે આ યોજના અંગે સૂચનો પણ મંગાવ્યા છે.
દરેક વાહન પર 50,000 રૂપિયાનો દંડ
નવી પોલિસીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિર્ધારિત સમય મર્યાદા બાદ જો આ કામો સાથે સંકળાયેલી કંપનીઓના વાહનોમાં ઈલેક્ટ્રિક વાહનો સિવાય અન્ય સાદાં વાહને હોય તો આવા દરેક વાહન પર 50,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. એટલે કે 2030 પછી પરંપરાગત પેટ્રોલ કે ડિઝલથી સંચાલિત વાહનોનો ઉપયોગ કંપનીઓ પર ભારે પડશે.
કેબ ડ્રાઈવરના વર્તન પર નજર રાખશે
કેબ ડ્રાઇવરો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, આ નવી પોલિસીમાં ખાસ કેબ એગ્રીગેટર કંપનીઓને પેસેન્જરો સાથે ગેરવર્તન કરનારા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ ગ્રાહકો દ્વારા નોંધાયેલ ગેરરીતિ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રાહકો દ્વારા નોંધાયેલી ફરિયાદોનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે.
3.5 થી નીચેના રેટિંગવાળા ડ્રાઇવરોને તાલીમ
જો એક મહિનાની અંદર કેબ ડ્રાઇવર સામે 15% કે તેથી વધુ ફરિયાદો પ્રાપ્ત થાય, તો ત્રિમાસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં, ડ્રાઇવર રેટિંગ અંગે નોંધાયેલ તમામ રેકોર્ડ અને ફરિયાદો પરિવહન વિભાગના અધિકારીઓ દ્વારા નિરીક્ષણને આધિન રહેશે.
થ્રી વ્હીલર માટે પણ સૂચનાઓ
પેસેન્જર પરિવહન સેવાઓ પ્રદાન કરતી એગ્રીગેટર્સ માટે લાયસન્સ અને અન્ય પાસાઓ અંગેની નીતિમાં કેટલીક માર્ગદર્શિકા પણ શામેલ કરવામાં આવી છે. નવા થ્રી-વ્હીલર (ઓટો) વાહનોમાંથી, નોટિફિકેશન જારી થયાના પ્રથમ છ મહિનામાં 10 ટકા ઇલેક્ટ્રિક વાહનો હોવા જરૂરી છે. ચાર વર્ષ પછી આ ગુણોત્તર 100% થવાની ધારણા છે.
Advertisement