Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની સવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા, હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ ભાંગની પ્રસાદીની મજા માણી

ભરૂચ જિલ્લાની પવિત્ર ભૃગુઋષિની ભૂમિ ઉપર જેટલા કંકર એટલા શંકર માનવામાં આવે છે અને ભરૂચ જિલ્લો શિવ મંદિરોથી ભરપૂર રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં શિવ મંદિરોમાં બરફના શિવલિંગ,  ઘીના કમળ,  શિવજીની પ્રતિમા,  અને ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવતા સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વંદે માતર
ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની સવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા  હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ ભાંગની પ્રસાદીની મજા માણી
ભરૂચ જિલ્લાની પવિત્ર ભૃગુઋષિની ભૂમિ ઉપર જેટલા કંકર એટલા શંકર માનવામાં આવે છે અને ભરૂચ જિલ્લો શિવ મંદિરોથી ભરપૂર રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં શિવ મંદિરોમાં બરફના શિવલિંગ,  ઘીના કમળ,  શિવજીની પ્રતિમા,  અને ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવતા સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વંદે માતરમ ગ્રુપ વેજલપુર દ્વારા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ફાઇબર ની તૈયાર કરેલી શિવ પરિવારની ભવ્ય પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે લીમડી ચોક ખાતે સૌપ્રથમ શિવજીની આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ શિવજીની ભવ્ય સવારી લીમડી ચોકથી નીકળી વેજલપુર બંબાખાના ખાતે પહોંચી હતી જ્યાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો પણ જુમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.  મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાથી જ ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વનો માહોલ જામ્યો હતો સમગ્ર રાત્રી દરમિયાન પણ વિવિધ શિવ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શિવયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય હતી.
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરને આજે મહાશિવરાત્રી પર્વ પર સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા શિવ અને જીવનું  મિલન એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દૂધ બિલીપત્ર  કાળા મગ સહિત પૂજાની સામગ્રી લઈ મહાદેવને આજે રિઝવાના પ્રયાસો કર્યા હતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે ચાર પ્રહારની પૂજામાં શિવ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી.
ભરૂચના મકતમપુરના બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલા શ્રી શક્તિશાંતેશ્વર મહાદેવના શિવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિર નજીક બરફનું શિવલિંગ ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું જેના પગલે સવારથી જ બરફના શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટયા હતા. સાથે જ શિવજીની પણ વિશેષ પૂજા અર્ચના કરી હતી તો સાથે જ મકતમપુરના સિદ્ધિવિનાયક મંદિર પાસે આવેલા લઘુરુદ્ર મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો પૂજા અર્ચના કરવા માટે જોવા મળ્યો હતો સાથે મંદિરની બહાર બરફનું ભવ્ય શિવલિંગ દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું અને કેટલાય લોકો બરફના શિવલિંગના દર્શન કરવા સાથે મોબાઇલમાં સેલ્ફી લેવાનું પણ ચૂક્યા ન હતા ત્યારે ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં ભક્તો પણ લીન બન્યા હતા
ભરૂચ શહેરના શિવ મંદિરો પણ હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા જેમાં ભરૂચના પ્રવેશ દ્વાર સમાન કસક ગરનાળા નજીકથી પસાર થતા ધોળીકુઈમાં નર્મદા નદીના કાંઠે આવેલા ગંગનાથ મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી પર્વ એ ઘીમાંથી શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને સવારથી જ વિશેષ પૂજા અર્ચના માટે ભક્તો પણ ઉમટ્યા હતા તો ધોળીકુઈના જ ધોળેશ્વર મહાદેવ મંદિરે પણ ઘીમાંથી શિવજીની ભવ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને ભક્તો માટે દર્શન અર્થે મુકવામાં આવી હતી સાથે જ ભક્તોએ પણ મહાશિવરાત્રી પર્વ એ વિશેષ પૂજા અર્ચનાઓ કરી હતી
ભરૂચના દાંડિયા બજારના ભીમાશંકર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉંમટી પડ્યું હતું અને શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી મહાદેવને દૂધનો અભિષેક કરવા સાથે બીલીપત્ર અને આરતી કરવા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં શિવ ભક્તોએ પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
જુના ભરૂચમાં પણ અનેક ઐતિહાસિક અને અતિ પૌરાણિક મહાદેવ મંદિરો આવેલા છે જેમાં દત્તાત્રેય મંદિર ખાતે પણ મહાશિવરાત્રી પર્વએ શિવજીની ઘી માંથી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને તેમાંય ઘી નું ભવ્ય કમળ દર્શન અર્થે મુકવામાં આવ્યું હતું અને સવારથી જ શિવ ભક્તો પણ ઘી માંથી તૈયાર થયેલા શિવજીની પૂજા અર્ચના અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કેટલાય લોકોએ આ ભવ્ય ડેકોરેશનના સેલ્ફી પણ મોબાઈલમાં કેદ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં શિવ મંદિરો પણ ભક્તોથી ઉભરાઈ ઊઠ્યા હતા
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં પણ શિવ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાશિવરાત્રી પર્વ એ શિવજીની ભવ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને સવારથી જ શિવભક્તો પણ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહાદેવ મંદિર પણ હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર ભરૂચ જિલ્લો શિવમઈ બની ગયો હતો
ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામે પણ સિધેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરની બહાર બરફનું શિવલિંગ ભક્તો માટે દર્શન અર્થે મુકવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં ભકતોએ પણ બરફના શિવલિંગના દર્શન કર્યા હતા અને સીધેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરી મહાશિવરાત્રી પર્વ એ ભગવાન શિવજીની આરાધના મગ્ન બન્યા હતા
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે પણ કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી પર્વ નર્મદા નદીના તટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે જ ભાગની પ્રસાદી સહિત વિવિધ પ્રસાદીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરીને પણ શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી મોટી માત્રામાં ભક્તોએ પણ મહાશિવરાત્રી પર્વ એ હર હર મહાદેવના નામથી શિવજીની ભક્તિમાં મગ્ન બન્યા હતા
સતત વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સ્ટેશન રોડ ઉપરના જિલ્લા પંચાયતની બાજુમાં રામેશ્વર મહાદેવ મંદિર એ પણ મહાશિવરાત્રી પર્વની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરંપરા મુજબ મહાશિવરાત્રી રામેશ્વર મહાદેવ મંદિરે વિનામૂલ્ય ભાગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાત્રી દરમિયાન ભાંગની પ્રસાદીની બનાવટ શરૂ કરવામાં આવી હતી અને સવારથી જ ભક્તોને વિનામૂલ્ય ભાંગની પ્રસાદીનું વિતરણ કરી મહાશિવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરી હતી બપોરના સમયે રામેશ્વર મહાદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક રાજકીય નેતાઓ પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં વિના મૂલ્ય ભાગની પ્રસાદીનો લાવો લેવા માટે પણ સમગ્ર ભરૂચ શહેરના ભક્તો ઊંમટી પડ્યા હતા
ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત મહાશિવરાત્રી પર્વ જાહેર સ્થળ ઉપર ચાર પ્રહરની મહાદેવની પૂજાનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં મહાશિવરાત્રી પર્વએ 12 કલાક માટે પૂજામાં 80 થી વધુ લોકો એ પૂજા અર્ચનામાં લાભ લીધો હતો અને ભરૂચ જિલ્લાના નહીં પરંતુ ગુજરાત ભરના જિલ્લામાંથી ભક્તો આ પૂજા અર્ચના કરવા આવ્યા હતા અને મોટી માત્રામાં ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત ચાર પ્રકારની પૂજાનું આયોજન થઈ રહ્યું છે જેના પગલે સતત ભક્તોએ પણ આ પૂજામાં દર્શનનો લાવો લેવા માટે ઉમટ્યા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.