Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંઘર્ષના દિવસોથી લઈને ટોચની હિરોઈન બનવા સુધી, સામંથા રૂથ પ્રભુનું જીવન કંઇક આવું રહ્યું

દક્ષિણ સિનેમાની ટોચની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની સફળતા પાછળ તેની મહેનત અને સંઘર્ષ છુપાયેલો હોય છે. એ જ રીતે, સામંથાની સફળતા પાછળ તેની ઘણી મહેનત અને સંઘર્ષ છે. આજે સામંથા એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે અને તેની નેટવર્થ પણ કરોડોમાં છે. પરંતુ એક àª
સંઘર્ષના દિવસોથી લઈને ટોચની હિરોઈન બનવા સુધી  સામંથા રૂથ પ્રભુનું જીવન કંઇક આવું રહ્યું
દક્ષિણ સિનેમાની ટોચની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની સફળતા પાછળ તેની મહેનત અને સંઘર્ષ છુપાયેલો હોય છે. એ જ રીતે, સામંથાની સફળતા પાછળ તેની ઘણી મહેનત અને સંઘર્ષ છે. આજે સામંથા એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે અને તેની નેટવર્થ પણ કરોડોમાં છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રીને એક સમયે એક ટાઇમના જમવાના ફાંફાં હતાં. તો ચાલો તમને અભિનેત્રીના જન્મદિવસના ખાસ દિવસે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.
સામંથા અભિનેત્રી બનવા માંગતી ન હતી
સમન્થા રૂથે ક્યારેય અભિનેત્રી બનવાનું સપનું જોયું ન હતું. તેના ઘરની આર્થિક સ્થિતિ બિલકુલ સારી ન હતી. તે પોતે જ તેના અભ્યાસ માટે પૈસા એકઠા કરતી અને ફી ભરતી. સામંથા અભ્યાસમાં હોશિયાર હતી પરંતુ પરિવાર પાસે તેને આગળ ભણાવવા માટે પૈસા નહોતા. પછી અભિનેત્રીએ બીજું કામ કરવાનું નક્કી કર્યું.
ખાવા માટે પૈસા નહોતા
પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં સામંથાએ કહ્યું હતું કે અમારા ઘરમાં એક વખતનું જમવાનું લાવવા માટે પણ પૈસા ન હતાં. સામન્થાએ પોતાનું ઘર ચલાવવા માટે મોડલિંગ કરવાનું શરૂ કર્યું. તે સમયે નિર્દેશક રવિ બર્મને તેનું કામ જોયું અને તેને તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપી. સમન્થાએ ફિલ્મ યે માયા ચેસાવેમાં નાગા ચૈતન્યની સામે કામ કર્યું હતું. જો કે તે તેની કિસ્મતનો સિતારો ચમક્યો અને તેની પહેલી જ ફિલ્મ હિટ થઈ હતી. સામંથા રૂથે વર્ષ 2021માં નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા હતા. અભિનેત્રીએ સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે વર્ષ 2017માં ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ભવ્ય માનવામાં આવતા હતા. પરંતુ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. લગ્ન તૂટ્યા પછી, સામંથાએ પોતાની જાતને સંભાળી અને ફરીથી કામમાં લાગી ગઈ.
ઘણા સુપરસ્ટાર્સ સાથે હિટ જોડી
સામંથાએ એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લગભગ તમામ ફિલ્મો હિટ થઈ છે. તાજેતરની વાત એ છે કે અભિનેત્રીના ચાહકો માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રી પૂરતા મર્યાદિત નથી. સામંથાએ મહેશ બાબુ, અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર, વિજય સાથે કામ કર્યું છે. અભિનેત્રીએ તમિલ, તેલુગુ સહિત 65 ફિલ્મોમાં કામ કર્યું છે. સામંથાએ છેલ્લી વખત પુષ્પા ફિલ્મમાં આઈટમ સોંગ કર્યું હતું, જે સુપરહિટ થયું હતું.


સામંથા પાસે છે લક્ઝરી હાઉસથી લઈને વાહનો
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જેટલી સુંદર છે તેટલી જ પ્રતિભાશાળી પણ છે. સામંથા સાઉથનું મોટું નામ છે અને હવે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પણ તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. સામંથા ટોચની અભિનેત્રીઓમાંની એક છે. આ જ કારણ છે કે તે કમાણીમાં કોઈથી ઓછી નથી. સામંથા ફિલ્મોની સાથે સાથે જાહેરાતો દ્વારા પણ સારી કમાણી કરે છે. તેની પાસે લક્ઝરી હાઉસ અને કાર પણ સામેલ છે.  સામંથાની નેટવર્થ 80 કરોડ છે. અભિનેત્રીનો માસિક પગાર 25 લાખથી વધુ છે. સાથે જ વર્ષમાં 3 કરોડથી વધુની કમાણી કરે છે.હૈદરાબાદમાં સામંથાનું લક્ઝરી હાઉસ છે. સામંથાના ઘરનું ઈન્ટિરિયર પણ એકદમ લક્ઝરી છે. હૈદરાબાદ ઉપરાંત, અભિનેત્રીએ તેની મહેનતથી અન્ય ઘણા રાજ્યોમાં ઘરો લીધા છે. સામન્થા પાસે વાહનોનું ઓછું કલેક્શન છે, પરંતુ તમામ વાહનો વિશ્વના લક્ઝરી વાહનોમાંના એક છે. અભિનેત્રી પાસે BMW 3 સિરીઝ, BMW X5 અને Jaguar XFR સહિત ઘણા  ગાડીઓ છે.
અભિનેત્રી ફિલ્મો
સામંથા છેલ્લે પુષ્પા 2 ફિલ્મમાં આઈટમ સોંગ ઓ અન્ટાવામાં જોવા મળી હતી. આ ગીતમાં સામંથાએ પોતાના બોલ્ડ અવતારથી ચાહકોને ચોંકાવી દીધા હતા. તેની કારકિર્દીમાં પ્રથમ વખત સામંથાએ આઈટમ સોંગ કર્યું હતું. હવે અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે અભિનેત્રીની તમામ ફિલ્મો એકદમ અલગ છે અને તે હવે તેના પાત્રો સાથે ઘણો પ્રયોગ કરી રહી છે. અભિનેત્રી હવે કાથુ વકુલા રેન્દુ કાધલ, શકુંતલમ, યશોધા અને એક શિવ નિર્વાણની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.
શાકુંતલમના થોડા દિવસો પહેલા સામંથાનું પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ અવતાર પણ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. બીજી તરફ, કાથુ વકુલા રેંદુ કાધલમાં સામંથા, વિજય સેતુપતિ અને નયનથારા સાથે જોવા મળે છે. ત્રણેય સ્ટાર્સની આ ફિલ્મ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
Advertisement
Tags :
Advertisement

.