Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશ્મિકા મંદાનાથી કાજોલ સુધી આ સ્ટાર્સે કરણની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા, જુઓ પાર્ટીના ફોટાં

બોલિવૂડના સૌથી પ્રખ્યાત નિર્માતા કરણ જોહર 50 વર્ષનો થઈ ગયો છે. કરણે તેના 50માં જન્મદિવસ પર જોરદાર પાર્ટી આપી હતી. તેની સાથે તેના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ જોડાયાં હતાં. કરણની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં ઘણા એક્સેસ પણ એકબીજાની સાથો આવ્યાં હતા. શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથેઆ પાર્ટીમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો હતો. બàª
રશ્મિકા મંદાનાથી કાજોલ સુધી આ સ્ટાર્સે કરણની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા  જુઓ પાર્ટીના ફોટાં

બોલિવૂડના સૌથી પ્રખ્યાત નિર્માતા કરણ જોહર 50 વર્ષનો થઈ ગયો છે. કરણે તેના 50માં જન્મદિવસ પર જોરદાર પાર્ટી આપી હતી. તેની સાથે તેના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ જોડાયાં હતાં. કરણની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં ઘણા એક્સેસ પણ એકબીજાની સાથો આવ્યાં હતા.

Advertisement

શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથેઆ પાર્ટીમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે જોવા મળ્યો હતો. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગતા હતા.
કરણ જોહરના જન્મદિવસની ઉજવણીમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ હાજર રહ્યા હતા. આ કપલ અહીં જોરદાર લુકમાં જોવા મળ્યું હતું.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. બંનેના આવતાની સાથે જ પાર્ટીનો મૂડ વધુ ખુશનુમા બની ગયો હતો.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ આ પાર્ટીનો ભાગ બની હતી. કરણ અને ગૌરી સારા મિત્રો છે. ગોલ્ડન ડ્રેસમાં ગૌરીનો લુક એકદમ ક્લાસી હતો. 
ગૌરી ખાનની સાથે તેનો પુત્ર આર્યન ખાન પણ કરણ જોહરની પાર્ટીનો ભાગ બન્યો હતો. આર્યન અહીં બ્લેક પેન્ટ સૂટ પહેરીને પહોંચ્યો હતો. 
કરણ જોહરની પાર્ટીમાં સલમાન ખાને આવીને ચાર ચાંદ લગાવી દીધા હતો. તે ઓલટાઇમ લૂક પાર્ટીનો ભાગ બનો. તેણે ડેનિમ્સ સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી. 
સલમાન ખાન સહિત કેટરીના કૈફ પણ તેના પતિ સાથે આ પાર્ટીનો ભાગ બની હતી. કેટરીના પતિ વિકી કૌશલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. આ કપલનો લુક પણ જોવા જેવો હતો.
જો કરણ જોહરની પાર્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમાં ન આવે તેવું ન બની શકે. બ્લેક શિમરી ટોક્સીડોમાં સિદ્ધાર્થનો લુક જોવાલાયક હતો.
સિદ્ધાર્થ ઉપરાંત તેની ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી તેના કો-સ્ટાર વરુણ ધવન સાથે પાર્ટીનો ભાગ બની હતી. બંને જલ્દી જ 'જુગ જુગ જિયો' ફિલ્મમાં જોવા મળશે.
કરણની બેસ્ટ ફ્રેન્ડ રાની મુખર્જી પણ તેની પાર્ટીમાં પહોંચી હતી.  બ્લેક શિમર ડ્રેસમાં રાનીનો લુક જોવા જેવો હતો. 
તાહિરા કશ્યપ અને આયુષ્માન ખુરાના પણ પાર્ટીમાં સામેલ થયા હતા. આયુષ્માન અહીં ખૂબ જ શાનદાર અંદાજમાં આવ્યો હતો. તો ત્યાં તાહિરાનો લુક પણ જોવા જેવો હતો.
કરણ જોહરની બાળપણની મિત્ર કાજોલે પણ તેના 50માં જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. કાજોલે કેમેરા માટે અનેક પોઝ આપ્યાં.
અનુષ્કા શર્મા બ્લેક કટ આઉટ ડ્રેસમાં અદભૂત લાગી રહી હતી. તેના આઉટફિટથી લઈને ફોટોની દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે.
સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. સીમા અને સોહેલ તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે.
પુષ્પાની શ્રીવલ્લી ઉર્ફે અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં રશ્મિકાનો લુક જોવા જેવો હતો.
સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્મા તેના પતિ આયુષ શર્માની આ પાર્ટીનો ભાગ બની હતી. ચાહકોને કપલની ક્લાસી સ્ટાઇલ પસંદ આવી.
કરણની પાર્ટીમાં રણબીર કપૂર પણ પહોંચ્યો હતો. અહીં તે પત્ની આલિયા ભટ્ટને બદલે માતા નીતુ કપૂર સાથે હાજરી આપી હતી.
સારા અલી ખાન પોતાના નાના ભાઈ ઈબ્રાહિમ સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. બંનેનો લુક એકદમ ગ્લેમરસ હતો.
અભિનેત્રી અનન્યા પાંડેએ અહીં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે પોઝ આપ્યો હતો. નવ્યા સફેદ પેન્ટ સૂટમાં સુંદર લાગી રહી હતી.
સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પાર્ટીમાં પહોંચી હતી. અર્સલાન બ્લેક સૂટમાં સારો લાગતો હતો. તો ત્યાં સુઝેન ગ્લેમરસ લુકમાં હતી.
જ્હાન્વી કપૂર આ પાર્ટીમાં હોટ પિંક કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેનો લુક ખૂબ જ હોટ હતો.
હંમેશાની જેમ  રણવીર સિંહ અને કરણ જોહર તેમના લુક્સ માટે જાણીતા છે. કરણની પાર્ટીમાં પણ રણવીર ડિફરન્ટ લુકમાં પહોંચ્યો હતો.
કરણ જોહરના મિત્ર અને અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા ઓલ રેડ લુકમાં જોવા મળી હતી. તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો. બંને સાથે ખૂબ જ ખુશ દેખાતા હતા.
કરણ જોહરની નવી ફિલ્મ બેહદકના સ્ટાર્સ ગુરફતેહ પીરઝાદા, શનાયા કપૂર અને લક્ષ્યના સ્ટાર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. 
લિગર ફિલ્મના હીરો વિજય દેવરાકોંડાએ સેક્સી લુકમાં પાર્ટીમાં હાજરી આપી હતી.
કરણની ફ્રેન્ડ ટ્વિંકલ ખન્ના અહીં સફેદ આઉટફિટમાં જોવા મળી હતી.
સબા આઝાદ અને રિતિક રોશન હાથ જોડીને પાર્ટીમાં પહોંચ્યા હતા.
મલાઈકા અરોરા તેના ગ્લેમરસ અને અલગ અંદાજમાં કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. તેનો સેક્સી આઉટફિટ ચર્ચાનો વિષય બન્યો હતો. 
Tags :
Advertisement

.