ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવેથી કડવા અને લેઉઆ પટેલ હવે એક જ પાટીદાર ગણાશે- નરેશ પટેલ

આજે પાટીદીર નેતા નરેશ પટેલે જૂનાગઢ થાતે ઉમિયા માતાજીમંદિરમાં હાજરી આપી હતી. જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીના પાટોત્સવમાં નરેશ પટેલે આવ્યાં હતાં. નોંધનીય છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચચુલી સંબોધન કરવાના છે. ત્યારે પાછલાં કેટલાંક સમયથી નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તે મુદ્દે ભારે અસમંસંજસ સર્જાયુ છે. આ પહેલાં સમાચાર હતાં કે નરેશ પટà
08:03 AM Apr 10, 2022 IST | Vipul Pandya
આજે પાટીદીર નેતા નરેશ પટેલે જૂનાગઢ થાતે ઉમિયા માતાજીમંદિરમાં હાજરી આપી હતી. જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીના પાટોત્સવમાં નરેશ પટેલે આવ્યાં હતાં. નોંધનીય છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચચુલી સંબોધન કરવાના છે. ત્યારે પાછલાં કેટલાંક સમયથી નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તે મુદ્દે ભારે અસમંસંજસ સર્જાયુ છે. આ પહેલાં સમાચાર હતાં કે નરેશ પટેલને ગુજરાતમાં આવાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોડાશે. પણ આ તમામ બાબાતો અંગે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ મળી નથી ત્યારે આજે આ કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં પાટીદીર નેતા નરેશ પટેલે કહ્યું કે આ ધાર્મિક પ્રસંગ છે. હું અહીં રાજનિતિ વિશે વાત કરવાં માંગતો નથી સાથે જ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે હવેથી કડવા અને લેઉઆ પટેલ હવે એક જ પાટીદાર ગણાશે. માં ઉમિયા ખોડલ એટલે કડવા પટેલ અને લેઉવા પટેલ. કડવા અને લેઉઆ પટેલ હવે એક જ ગણાશે. કડવા-લેઉઆ પાટીદારે હવેથી એક થવાનો નિર્ણય કરેલ છે. જો કે, નરેશ પટેલે આ પ્રસંગે કોઇ પણ પ્રકારની રાજકીય પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

વડાપ્રધાન વરચ્યુઅલી સંબોધન કરશે
નરેશ પટેલે ઉમિયા માતાજીના પાટોત્સવમાં આપી હાજરી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાટોત્સવમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાયો છે. ત્યારે નરેશ પટેલે ગાઠીલા ખાતે ઉમિયા માતાજીના પાટોત્સવમાં હાજરી આપી હતી. વંથલી તાલુકાના ગાંઠીલા ગામે આવેલા મા ઉમિયાધામ ખાતે આજે 10 એપ્રિલે રામનવમીના દિવસે 14માં મહાપાટોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. તેમજ ઉપસ્થિત પાટીદાર સમાજને સંબોધન કરશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
જૂનાગઢના ગાઠીલા ગામે ઉમિયા માતાજીનો ભવ્ય પાટોત્સવ
આજના પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તેમજ આશરે 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે. કેશોદ, માણાવદર, વંથલી જેવા નજીકના ગામો-શહેરોમાંથી યુવાનો પદયાત્રા કે બાઇક રેલી કાઢીને ઉમાધામ ગાંઠીલા પહોંચશે. સાથે જ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં સામાજિક સંમેલન બાદ સાંજે દાતાઓનું સન્માન અને રાતે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Tags :
GujaratFirstJunagadhNareshPatelPatidarumiyamandirpatotsavganthila
Next Article