ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પોલીસે દારૂ ભરીને ગુજરાતમાં આવતી ટ્રકને ઝડપી પાડી,બે ઈસમોની અટકાયત

રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી વેસ્ટેજ સફરજન ના કાર્ટૂન ની આડમાં લઈ જવાતો પંજાબ બ્રાન્ડ નો વિદેશી દારૂ ભરેલી ટ્રક ને ગુજરાત માં ઘુસાડવામાં આવતી હતી તે પહેલા માવલ પોલીસ ચેક પોસ્ટ પર રાજસ્થાન પોલીસે ટ્રક માં થી લાખ્ખો ના દારૂ સહિત બે ઇસમોની અટકાયત કરી છે આગળ ની કાર્યવાહી હાથ ધરી છેગુજરાત અને રાજસ્થાન સરહદ ને અડીને આવેલી આબુરોડ રિક્કો પોલીસ ના તાબા હેઠળ આવતી માવલ ચેક પોસ્ટ પરથી à
02:33 PM Jan 09, 2023 IST | Vipul Pandya
રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી વેસ્ટેજ સફરજન ના કાર્ટૂન ની આડમાં લઈ જવાતો પંજાબ બ્રાન્ડ નો વિદેશી દારૂ ભરેલી ટ્રક ને ગુજરાત માં ઘુસાડવામાં આવતી હતી તે પહેલા માવલ પોલીસ ચેક પોસ્ટ પર રાજસ્થાન પોલીસે ટ્રક માં થી લાખ્ખો ના દારૂ સહિત બે ઇસમોની અટકાયત કરી છે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત અને રાજસ્થાન સરહદ ને અડીને આવેલી આબુરોડ રિક્કો પોલીસ ના તાબા હેઠળ આવતી માવલ ચેક પોસ્ટ પરથી સોમવાર ના સવારે ૧૨૬૦ પેટી દારૂ ભરેલી ટ્રક RJ39GA3116 ને ઝડપી પાડી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 
શુક્રવારે જયપુર એટીએસની ટીમે દારૂ ભરેલી આઇસર ગાડીનો પીછો કરી અમીરગઢ પોલિશ બોડર પર થી પકડી પાડી હતી ત્યાર બાદ આબુરોડના રીક્કો પોલિસ સ્ટેશનની હદમાં થી વિદેશી દારૂનું ગોડાઉન પણ ઝડપી પાડવામાં આવ્યું હતું આ ગોડાઉન માંથી નાની મોટી દારૂ ની ગાડી ભરી ને ગુજરાત માં લઇ જવાતી હોવાની બાતમી ના આધારે જયપુર એટીએસની ટીમે રેડ કરી હતી જેને લઈને સિરોહી જિલ્લા પોલીસ અધિક્ષક મમતા ગુપ્તા એ રિકો પોલીસ સ્ટેશનના પી આઈ હરચંદ રામ દેવાસીની તાત્કાલિક હેડકોટર્સ ખાતે બદલી કરી તપાસ હાથ ધરી હતી.  
ત્યાર બાદ સિરોહી જિલ્લા માં બિન કાયદેસર ચાલતી હોટલો અને બિયર બારો પર પોલીસ ની અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં કેટલીક હોટલો અને બારો પર કાયદેસર ની કાર્ય વાહી હાથ ધરી હતી તો બીજી બાજુ રીક્કો પોલીસ ને પણ પોતાની ફરજમાં કડક ન રહે તો કાર્ય વાહી કરવા જણાવ્યું હતું જેને લઈને સમગ્ર સિરોહી જિલ્લા પોલીસ બેડા માં ખળભળાટ જોવા મળ્યો હતો  
આજે રીકો પોલીસે પંજાબ મારકો વાળો અલગ અલગ બ્રાન્ડ નો કુલ પેટી નંગ 1260  બોટલ નંગ15120  કુલ કિંમત 90,72000 ટ્રક ની કિંમત 20,0000  ગણી કુલ (બાણું લાખ બોતેંર હજાર) મુદ્દામાલ કબ્જે બે ઇસમોની ની અટકાયત કરી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે પ્રાથમિક દ્રષ્ટિ એ જાણવામાં મળતી માહિતી મુજબ આ દારૂ પંજાબ થી અમદાવાદ લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા કેટલાય સમય થી ગુજરાત માં દારૂ ધુસાડવાનું નેટવેર્ક ફાલીફુલ્યું છે તો બીજી બાજુ આબુરોડ પોલીસ પણ એલર્ટ મોડ માં આવી છે રાજસ્થાન પોલીસ ની મોટી કાર્યવાહી ને લઈને ગુજરાત માં દારૂ ઘુસાડતા તત્વો માં ફફડાટ ફેલાયો છે
આપણ  વાંચો- અમદાવાદના કાળુપુરથી બાળકના અપહરણ કેસની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmirgarhforeignliquorGujaratGujaratFirstLiquortruckRajasthanPolice
Next Article