પૂર્વથી પશ્ચિમ સુધી વાગ્યો યોગનો ડંકો, વિશ્વમાં અનેક સ્થળોએ યોજાયા યોગ સત્ર
વિશ્વભરના કરોડો લોકોને વિશ્વ બંધુત્વની ભાવના સાથે જોડીને ભારતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપીને એકવાર ફરી આખી દુનિયાને યોગના રંગમાં રંગી નાખી. આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. એક છેડા પર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બીજા છેડે ફિજીથી લઈને અમેરિકા સુધીની દુનિયા યોગમય બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ à
વિશ્વભરના કરોડો લોકોને વિશ્વ બંધુત્વની ભાવના સાથે જોડીને ભારતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપીને એકવાર ફરી આખી દુનિયાને યોગના રંગમાં રંગી નાખી. આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. એક છેડા પર ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બીજા છેડે ફિજીથી લઈને અમેરિકા સુધીની દુનિયા યોગમય બની ગઈ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સૌથી પહેલા ફિજીમાં લોકોએ ભારતીય સમય પ્રમાણે સવારે લગભગ સવા ત્રણ વાગે યોગાભ્યાસ કર્યો. આ આયોજન ફિજીના એલ્બર્ટ પાર્કમાં કરવામાં આવ્યું હતું. ફિજી પછી ન્યુઝીલેન્ડમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો. અહીંયા સ્કાય ટાવર પર યોગ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હિસ્સો લીધો હતો. તો, ઓસ્ટ્રેલિયામાં પણ વહેલી સવારે લોકોએ ક્વીન્સલેન્ડ ક્રિકેટ ક્લબમાં યોગાભ્યાસ કર્યો, જ્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં સવારે લગભગ 4.00 વાગે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસોમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થાઇલેન્ડ, તુર્કમેનિસ્તાન, તાઝિકિસ્તાન, પપુઆ ન્યુ ગિની, ફિલિપાઇન્સ, કતાર, સિંગાપુર, કુવૈત, ફિલિસ્તીન, સેશેલ્સ, જાપાન, શ્રીલંકા, મલેશિયા, સાઉદી અરેબિયા, કંબોડિયા, ભૂટાન, યુએઈ, ઇન્ડોનેશિયા સહિત દુનિયાભરના દેશો સામેલ થયા.
આ ઉપરાંત, આ વખતે આર્કટિક ક્ષેત્રમાં પણ યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત ચુકોટકા શહેરમાં ભારતીય મિશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો, જેના માટે ત્યાંના લોકોમાં પણ ઘણો ઉત્સાહ હતો. જ્યારે, એન્ટાર્કટિકાના અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત ભારતીય અભિયાન કેન્દ્રના બેઝ પર પણ યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું. દુનિયાના આ દૂર-સુદૂરના વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર યોગસત્રનું આયોજન ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે.
વિશ્વનો આજે ભાગ્યે જ એવો કોઈ ખૂણો બાકી રહ્યો હશે, જ્યાં યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ન થયું હોય. પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના તમામ દેશોમાં દરેક ટાઇમ ઝોનના ક્ષેત્રોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. દુનિયાના તમામ દેશોના નાગરિકોએ આ આયોજનોમાં ઉમંગભેર ભાગ લીધો અને તેમને સફળ બનાવ્યા. આજે વૈશ્વિક એકતા અને માનવજાતિના કલ્યાણ માટે ભારત આખા વિશ્વને નવી દિશા બતાવી રહ્યું છે, જેનું ઉદાહરણ આજે આખી દુનિયાએ યોગના માધ્યમથી નિહાળ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશભરમાં કરોડો દેશવાસીઓએ સવારે યોગની મુદ્રાઓ અને આસનો દ્વારા ન કેવળ એક ઇતિહાસ રચ્યો, પરંતુ વિશ્વમાં એક નવો કિર્તીમાન પણ સ્થાપિત કર્યો. આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં આજે ભારત સરકારના 75 મંત્રીઓએ દેશના વિવિધ ક્ષેત્રોના 75 ઐતિહાસિક સ્થળો પર યોગ કરીને દુનિયાભરમાં એકતાનો સંદેશ આપવાની સાથે માનવતાની ભાવનાનો પરિચય આપ્યો.
Advertisement