ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને સજીવન કર્યો
છેલ્લા બે વર્ષોમાં સમગ્ર દુનિયાએ વાયરસનું એક ખતરનાક સ્વરૂપ જોયું છે. જેને કોવિડ-19 નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે, આ કરોના વાયરસ ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. જોકે, તાજતેરમાં તેના કેસોમાં ઘટાડો થયો છે. જે હવે સામાન્ય પણ બનો જઇ રહ્યો છે. લોકો પોતાનું સામાન્ય જીવન હવે જીવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં એક એવા સમાચાર સામે આવ્યા છે જે સંભવ છે કે તમારા રૂંવાટા ઉભા કરી દà«
05:23 AM Nov 30, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા બે વર્ષોમાં સમગ્ર દુનિયાએ વાયરસનું એક ખતરનાક સ્વરૂપ જોયું છે. જેને કોવિડ-19 નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે, આ કરોના વાયરસ ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. જોકે, તાજતેરમાં તેના કેસોમાં ઘટાડો થયો છે. જે હવે સામાન્ય પણ બનો જઇ રહ્યો છે. લોકો પોતાનું સામાન્ય જીવન હવે જીવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં એક એવા સમાચાર સામે આવ્યા છે જે સંભવ છે કે તમારા રૂંવાટા ઉભા કરી દેશે.
ઝોમ્બી વાયરસને પુનર્જીવિત કર્યા પછી અન્ય રોગચાળાની સંભાવના
મળી રહેલી માહિતી અનુસાર, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં થીજી ગયેલા તળાવની નીચે દટાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને સજીવન કર્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ ઝોમ્બી વાયરસને પુનર્જીવિત કર્યા પછી અન્ય રોગચાળાની સંભાવના વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક પોસ્ટે વાયરસના અભ્યાસને ટાંક્યો છે, જે કહે છે કે પ્રાચીન અજ્ઞાત વાયરસનું અસ્તિત્વ છોડ, પ્રાણી અથવા માનવ રોગોના સંદર્ભમાં વધુ વિનાશકારી રહેશે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ગ્લોબલ વોર્મિંગ ઉત્તર ગોળાર્ધના એક ચતુર્થાંશ ભાગને આવરી લેતી કાયમી સ્થિર જમીનને પીગાળી રહી છે. તે "એક મિલિયન વર્ષો સુધી થીજી ગયેલા કાર્બનિક પદાર્થોને સ્થિર રાખવા"ની અસ્થિર અસર ધરાવે છે - સંભવતઃ તેની નીચે જીવલેણ સૂક્ષ્મજીવાણુઓ ધરાવે છે.
'ઝોમ્બી વાયરસ' વધુ ચેપી હોવાની સંભાવના
સંશોધકો કહે છે કે, બરફ પીગળવાથી "આ કાર્બનિક પદાર્થોના ભાગોમાં સેલ્યુલર સુક્ષ્મજીવાણુઓ (પ્રોકેરીયોટ્સ, યુનિસેલ્યુલર યુકેરીયોટ્સ) તેમજ વાયરસ કે જે પ્રાગૈતિહાસિક સમયથી નિષ્ક્રિય છે અને ફરી જીવંત થઈ શકે છે." જો કે, અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે વૈજ્ઞાનિકોએ જાગૃત ક્રિટર્સને ચકાસવા માટે સાઇબેરીયન પર્માફ્રોસ્ટમાંથી કેટલાક કહેવાતા 'ઝોમ્બી વાયરસ'ને પુનર્જીવિત કર્યા હશે, જેની પુષ્ટિ થવાની બાકી છે. અહેવાલ મુજબ, સૌથી જૂનો વાયરસ પેન્ડોરાવાયરસ યેડોમા 48,500 વર્ષ જૂનો છે જે ફરીથી ઉભો થઈ શકે છે અને રોગચાળો ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 'ઝોમ્બી વાયરસ' વધુ ચેપી હોવાની સંભાવના છે, જેના કારણે તે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
આ પણ વાંચો - ચીનમાં ઝીરો કોરોના પોલિસીના વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા, 'શી જિનપિંગ ખુર્સી છોડો'ના લાગાવ્યા નારા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article