Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો, સંગ્રહાલયોમાં ફ્રી એન્ટ્રી

75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આખો દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યો છે. જેને લઇને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં 5થી15 ઓગસ્ટ દરમિયાન ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જણાવી દઈએ કે દેશભરમાં 75માં સ્વતંત્રતા
5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો  સંગ્રહાલયોમાં ફ્રી એન્ટ્રી
75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આખો દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યો છે. જેને લઇને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં 5થી15 ઓગસ્ટ દરમિયાન ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. 
એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જણાવી દઈએ કે દેશભરમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આખો દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ બુધવારે આ માહિતી આપી હતી.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય 'આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાન હેઠળ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે અનેક પહેલ કરી રહી છે.જે અંતર્ગત સ્મારકો, સંગ્રહાલયોમાં મફત પ્રવેશ આપવામાં આવશે, જેથા લોકો દેશની આ ધરોહર, સંસ્કૃતિ અને ઇતિહાસ અંગે જાણી શકે.  આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રમાં સત્તાધારી પક્ષના અન્ય નેતાઓએ મંગળવારે તેમના  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના મીડિયા એકાઉન્ટ્સ ડીપી 'તિરંગો' લગાવ્યો હતો. 
સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા, રેડ્ડીએ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવારના ભાગ રૂપે 5 થી 15 ઓગસ્ટ સુધી કોઈપણ ટિકિટવાળા કેન્દ્રીય રીતે સુરક્ષિત સ્મારકો તેમજ પુરાતત્વીય સ્થળ સંગ્રહાલયો પર કોઈ ફી લેવામાં આવશે નહીં. રેડ્ડીએ લખ્યું કે ASI એ 5મી અને 15મી ઓગસ્ટથી દેશભરમાં તેના તમામ સંરક્ષિત સ્મારકો/સાઈટો પર મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી કરી છે.
Advertisement
Tags :
Advertisement

.