Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારી આયુર્વેદ હોસ્પિટલ કપડવંજ ખાતે નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

ખેડા જિલ્લા (Kheda) પંચાયત નડિયાદ (Nadiad) તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ (Government Ayurvedic Hospital) કપડવંજ દ્વારા નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ નિદાન સારવાર કેમ્પમાં અગ્નિકર્મ, વાતવ્યાધી શલ્ય (હરસ-મસા), જનરલ ઓ.પી.ડી, મધુપ્રમેય, ત્વકરોગ, સ્થોલ્ય, બાળરોગ, સ્ત્રીરોગ, આંખ,કાન,નાક ગળાના રોગ, રસાયણ/વાજીકરણ, હોમીયોપેથી ઓ.પી.ડી અને યોગ નિદર્શનની માહિતી અને સારàª
10:31 AM Dec 27, 2022 IST | Vipul Pandya
ખેડા જિલ્લા (Kheda) પંચાયત નડિયાદ (Nadiad) તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ (Government Ayurvedic Hospital) કપડવંજ દ્વારા નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ નિદાન સારવાર કેમ્પમાં અગ્નિકર્મ, વાતવ્યાધી શલ્ય (હરસ-મસા), જનરલ ઓ.પી.ડી, મધુપ્રમેય, ત્વકરોગ, સ્થોલ્ય, બાળરોગ, સ્ત્રીરોગ, આંખ,કાન,નાક ગળાના રોગ, રસાયણ/વાજીકરણ, હોમીયોપેથી ઓ.પી.ડી અને યોગ નિદર્શનની માહિતી અને સારવાર વૈદ્યશ્રીઓ દ્વારા આપવામાં આપી હતી. નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પમાં આશરે 250  લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડો.જે.કે.શેલિયા (ડીએઓ), ડો.અભિષેક યાદવ (વૈદ્ય પંચકર્મ), ડો.નયન પટેલ, ડો.ધવલ પઢિયાર, ડો.હષૅદ ઘાટલીયા, ડો.શ્રીદત્ત ત્રિવેદી, ડો.પિયુષ, ડો. હિતેષ, ડૉ.રાજેશ વગેરે આયુર્વેદ નિષ્ણાંત વૈદ્ય સમૂહે સેવા આપી હતી. આ કેમ્પ દરમિયાન ડો.પિનાકીન પંડ્યાએ આયુર્વેદના વિવિધ અગ્નિકર્મ ચિકિત્સા કરી દુ:ખાવાના દર્દીની સારવાર કરી હતી.આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખશ્રી મોનિકાબેન, સેવાસંઘ પ્રમુખ શ્રી સમીરભાઈ, ડો.અંકુર પટેલ( THO) ડો.કેતન મિસ્ત્રી (સુપ્રીટેન્ડેન્ટ શ્રી, CHC, કપડવંજ) વગેરે મહાનુભાવો એ આયુષ મેળાનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાને આયુર્વેદની વિવિધ ચિકિત્સા સારવારનો લાભ લેવા અનુરોધ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્યશ્રી રાજેશભાઇ ઝાલા અને  આયુષ નિદાન સારવાર કેમ્પમાં આવેલા દર્દીઓ અને વૈધશ્રી સહિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ  વાંચો-  મેડિકલ ઈમરજન્સીમાં સંજીવની સમાન બની 108 એમ્બ્યુલન્સ સેવા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AyushMelaGovtAyurvedaHospitalGujaratFirstKhedadistrictNadiadRajeshbhaiJhala
Next Article