Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર્જેન્ટિનાને એકલા હાથે ટક્કર આપનારો ફ્રાન્સનો Mbappe બન્યો 'હિરો'

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)માં આર્જેન્ટિના (Argentina)એ 36 વર્ષ પછી રોમાંચક ફાયનલ જીતીને વર્લ્ડ કપ જીતી લીધો છે અને આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીની વિદાયને અનોખી ભેટ આપી હતી.  જો કે ફ્રાન્સ (France)ના કાયલિયાન  એમ્બાપ્પે (Kylian Mbappe)ની જોરદાર ટક્કર તેને ગોલ્ડન બૂટ અપાવવા સુધી લઇ ગઇ છે.  એમ્બાપ્પેની હેટ્રિક તેને 2022 FIFA વર્લ્ડ કપમાં આઠ ગોલ સુધી લઈ ગઈ, અને ફાઇનલમાં બે વખત ગોલ કરનાર લિયોનેલ મેસ્સી કરતાં તેની સંખà«
આર્જેન્ટિનાને એકલા હાથે ટક્કર આપનારો  ફ્રાન્સનો  mbappe બન્યો  હિરો
ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)માં આર્જેન્ટિના (Argentina)એ 36 વર્ષ પછી રોમાંચક ફાયનલ જીતીને વર્લ્ડ કપ જીતી લીધો છે અને આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીની વિદાયને અનોખી ભેટ આપી હતી.  જો કે ફ્રાન્સ (France)ના કાયલિયાન  એમ્બાપ્પે (Kylian Mbappe)ની જોરદાર ટક્કર તેને ગોલ્ડન બૂટ અપાવવા સુધી લઇ ગઇ છે.  એમ્બાપ્પેની હેટ્રિક તેને 2022 FIFA વર્લ્ડ કપમાં આઠ ગોલ સુધી લઈ ગઈ, અને ફાઇનલમાં બે વખત ગોલ કરનાર લિયોનેલ મેસ્સી કરતાં તેની સંખ્યા વધુ એક થઈ ગઈ.
એમ્બાપ્પેએ આપી ટક્કર
એમ્બાપ્પે અને લિયોનેલ મેસીએ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ટૂર્નામેન્ટની ફાઇનલમાં જતા પાંચ ગોલની લીડ શેર કરી હતી. ટૂર્નામેન્ટના સર્વોચ્ચ ગોલસ્કોરર માટે ગોલ્ડન બૂટ પુરસ્કારની રેસમાં લિયોનેલ મેસ્સી અને કૈલિયન એમબાપ્પે મેચ પહેલા ટાઈ થઈ ગયા હતા, પરંતુ આગળ જવા માટે વધારાના સમયમાં કાઈલિયન એમબાપ્પે બીજો ગોલ કર્યો હતો.
રસપ્રદ જંગ 
પેરિસ સેન્ટ-જર્મેન (PSG) ટીમના સાથી ખેલાડીઓ લિયોનેલ મેસ્સી અને કાયલિયાન એમ્બાપ્પે વચ્ચેની લડાઈ રસપ્રદ હતી. મેસ્સીએ વધારાના સમયમાં બ્રેસ ગોલ કર્યો, જ્યારે એમ્બાપ્પેએ  પેનલ્ટી દ્વારા હેટ્રિક મેળવી, તેના ગોલની સંખ્યા 8 થઈ, મેસીએ ફાઈનલ સહિત સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 7 ગોલ કર્યા. વધારાના સમય બાદ સ્કોર 3-3 હોવાથી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો.
એમ્બાપ્પેએ મેચની દિશા બદલી
આ મેચમાં 80 મિનિટ સુધી આર્જેન્ટિનાની ટીમ એકતરફી મેચ જીતી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ પછીની થોડી મિનિટોમાં મેચની સ્થિતિ અને દિશા બદલાઈ ગઈ, કારણ કે કાયલિયાન એમબાપ્પે સળંગ બે ગોલ કર્યા. પછી વધારાના સમયમાં બીજો ગોલ કર્યો. જોકે, લિયોનેલ મેસીએ મેચમાં બરાબરી કરી લીધી હતી. ત્યારબાદ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું.

મેસીને મળી મોટી રકમ
જ્યારે ફ્રાન્સે 2018માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઈનામની રકમ $38 મિલિયન હતી. આજે જો ફ્રાન્સ જીત્યું હોત તો કિલિયન એમબાપ્પે જેવા સ્ટાર ખેલાડીને $586,000 બોનસ મળ્યું હોત. જોકે, આર્જેન્ટિનાની જીત સાથે હવે મેસીના હાથમાં મોટી ઈનામી રકમ આવી ગઈ છે.

કઈ ટીમના ખાતામાં કેટલા પૈસા આવ્યા?
વિજેતા આર્જેન્ટિના - 347 કરોડ રૂપિયા
ઉપવિજેતા ફ્રાન્સ - 248 કરોડ રૂપિયા
ટીમ નંબર ત્રણ - રૂ 223 કરોડ (ક્રોએશિયા)
ચોથી ટીમ - રૂ. 206 કરોડ (મોરોક્કો)

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.