Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક મોહંમદભાઈ માંકડનું નિધન, 93 વર્ષની જૈફ વયે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના(GUJARAT)મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય(GUJARTI WRITER)અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું(MOHAMMAD MANKAD)93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. શનિવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર અને કોલમિસ્ટ મોહંમદભાઈ માંકડ લાંબા સમયથી બીમાર હતા. તેમની અંતિમયાત્રા ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાન બંગ
05:28 PM Nov 05, 2022 IST | Vipul Pandya
ગુજરાતના(GUJARAT)મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય(GUJARTI WRITER)અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું(MOHAMMAD MANKAD)93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. શનિવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર અને કોલમિસ્ટ મોહંમદભાઈ માંકડ લાંબા સમયથી બીમાર હતા. તેમની અંતિમયાત્રા ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાન બંગલો નંબર 153 થી રવિવારે સવારે 10.00 કલાકે નીકળશે.
મોહંમદ માંકડનો  જન્મ  કયાં થયો 
મોહંમદ માંકડનો જન્મ13 ફેબ્રુઆરી, 1928 ના રોજ સૌરાષ્ટ્રના પળિયાદમાં થયો હતો. જેના બાદ તેમણે સુરેન્દ્રનગરને કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતો. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. 
મોહંમદ માંકડની  નવલકથાઓ 
તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં પ્રખ્યાત છે. પ્રેરણાત્મક નિબંધોમાં આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨) બહુ જ ફેમસ છે. તો તેમની બાળકથાઓ ચંપૂકથાઓ બાળકોમાં પ્રખ્યાત હતી. 
તેમને મળેલા પુરસ્કાર 
પ્રખ્યાત ગુજરાતી લેખક મોહમ્મદ માંકડને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018 થી સન્માનિત કર્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ અને કચ્છી ભાષાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર લેખકોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે. “મોહમ્મદ માંકડે સાત દાયકા કરતાં વધુ સમયથી તેમના સાંસ્કૃતિક અને ચિંતન સાહિત્ય દ્વારા વિશ્વની ઉત્તમ સેવા કરી છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખ વ્યક્ત કરું
સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને કટાર લેખક મોહમ્મદ માંકડ સાહેબના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. તેમના પરિવારજનો અને પ્રશંસકોને મારી સંવેદના પાઠવું છું. પોતાના સરળ, સત્વશીલ, પ્રયોગાત્મક અને મર્મપૂર્ણ સર્જન થકી તેઓ અનેક વાચકોના હૃદયમાં સદૈવ જીવંત રહેશે.

Tags :
DeathGujaratGujaratFirstGUJARTIWRITERMOHAMMADMANKADSAHITYAKAR
Next Article