Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યોર્જ ફ્લોયડની હત્યા કેસમાં ભૂતપૂર્વ યુએસ પોલીસ ઓફિસર ડેરેકને 21 વર્ષની સજા

જ્યોર્જ ફ્લોયડની હત્યા કેસમાં ભૂતપૂર્વ યુએસ પોલીસ ઓફિસર ડેરેકને 21 વર્ષની સજા થઇ છે. યુએસમાં જ્યોર્જ ફ્લોયડની હત્યાના દોષિત ભૂતપૂર્વ યુએસ પોલીસ અધિકારી ડેરેક ચૌવિનને ગુરુવારે યુએસ કોર્ટે 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જણાવી દઈએ કે ચૌવિને જ્યોર્જ ફ્લોયડ (46) નામના અશ્વેત યુવકની ગરદનને 9 મિનિટ 29 સેકન્ડ સુધી ઘૂંટણ વડે દબાવી રાખી હતી જેમાં તેનું મોત થયું હતું આ બનાવને પગલે સમગ્ર દેશમાàª
જ્યોર્જ ફ્લોયડની હત્યા કેસમાં ભૂતપૂર્વ યુએસ પોલીસ ઓફિસર ડેરેકને 21 વર્ષની સજા
જ્યોર્જ ફ્લોયડની હત્યા કેસમાં ભૂતપૂર્વ યુએસ પોલીસ ઓફિસર ડેરેકને 21 વર્ષની સજા થઇ છે. યુએસમાં જ્યોર્જ ફ્લોયડની હત્યાના દોષિત ભૂતપૂર્વ યુએસ પોલીસ અધિકારી ડેરેક ચૌવિનને ગુરુવારે યુએસ કોર્ટે 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જણાવી દઈએ કે ચૌવિને જ્યોર્જ ફ્લોયડ (46) નામના અશ્વેત યુવકની ગરદનને 9 મિનિટ 29 સેકન્ડ સુધી ઘૂંટણ વડે દબાવી રાખી હતી જેમાં તેનું મોત થયું હતું આ બનાવને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરાં પ્રત્યાઘાતો પડ્યાં હતાં. આ ઘટનાને પગલે  યુ.એસ. અને અન્ય સ્થળોએ પોલીસ ક્રૂરતા અને જાતિવાદ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થયો. જેમાં વિરોધ વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યો હતો. 

ફ્લોયડની હત્યા માટે સજા 
ભારે વિરોધના પગલે અમેરિકી સરકારે ન્યાયિક તપાસની કમિટી રચી કરી. જેમાં આરોપી ડેરેક ચૌવિનની ધરપકડ કરવામાં આવી હતી. ચૌવિનને ડિસેમ્બરમાં ફેડરલ આરોપો માટે દોષી ઠેરવ્યો હતો અને ગયા વર્ષે રાજ્યની અદાલતમાં ટ્રાયલ પછી ફ્લોયડની હત્યા માટે સજા સંભળાવી. હાલમાં લેન પણ મિનેસોટા જેલમાં તે 22 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. હલે ચૌવિનને પણ ફેડરલ જેલમાં લઈ જવામાં આવશે.

જ્યોર્જ સાથે શું થયું
ચાર્જશીટમાં વાયરલ વીડિયોને ટાંકવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાના દિવસે જ્યોર્જ ફ્લોયડને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે શું થયું હતું, આરોપ છે કે ઘટના દરમિયાન ચૌવિને ફ્લોયડની ગરદન પર પોતાનો ઘૂંટણ મૂક્યો હતો. જ્યોર્જ તેના પગ પકડી રહ્યો હતો અને કુએંગે ફ્લોયડની પીઠ પકડી હતી. જ્યારે થાઓ ત્યાં હાજર લોકો અને અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર ઉભા રહીને આ બધું જોઈ રહ્યા હતા.
 

ચાર્જશીટમાં વાયરલ વીડિયો મહત્ત્વપૂર્ણ પુરાવો 
ચાર્જશીટમાં ઘટના વિશે વિગતવાર માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે આ છેલ્લી ક્ષણ હતી જ્યારે ફ્લોયડ વારંવાર રડતો હતો અને કહેતો હતો કે હું શ્વાસ લઈ શકતો નથી, પ્લીઝ. તે એકવાર કહે છે કે હું મરી જઇશ. આ દરમિયાન, ચૌવિન, લેન અને કુએંગ પાછા હટ્યા ન હતાં અને આ ઘટનાાં જ્યોર્જનું મૃત્યુ થયું હતું.
 
પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં લેને કંઈ કર્યું નથી
ક્ષણો પછી, લેન પૂછે છે: શું આપણે તેને અમારી બાજુએ ફેરવવો જોઈએ? પછી ચૌવિન જવાબ આપે છે: ના, આપણે જ્યાં તેને ત્યાં જ મૂકી રાખીએ. લેને કહ્યું કે તે ચિંતિત છે કે આ સમય દરમિયાન ફ્લોયડ ગંભીર હશે, આવી સ્થિતિમાં તેનું મોત પણ થઇ શકે છે ત્યારે ચૌવિને જવાબ આપ્યો કે એટલા માટે અમે તેને તેને પેટ પર સુવડાવીએ છીએ. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં લેને કંઈ કર્યું નથી. તે, કુએંગ અને ચૌવિન પણ આ ઘટનામાં મૃતકને બચાવી શક્યાં હોત પણ તેમણે પણ બિલકુલ પણ પ્રયાસ કર્યો નહીં.
 
 
Advertisement
Tags :
Advertisement

.