ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેની ધરપકડ કરવાની ઉઠી માગ, કોર્ટમાં કરી અરજી

શ્રીલંકામાં દિવસે દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. લોકોની ધીરજ તુટતા હવે રસ્તા પર ઉતરી ગયા છે. ત્યારે હવે શ્રીલંકામાં પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસાનો મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. એક વકીલે કોલંબો કોર્ટમાં અરજી દાખલ કરીને પૂર્વ વડાપ્રધાન સહિત 7 લોકોની ધરપકડની માંગ કરી છે. વકીલે અરજીમાં કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સહિત 7 લોકોની ધરપકડ કરવા માટે સીઆઈડીને àª
11:19 AM May 14, 2022 IST | Vipul Pandya

શ્રીલંકામાં દિવસે દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. લોકોની ધીરજ તુટતા હવે
રસ્તા પર ઉતરી ગયા છે. ત્યારે હવે
શ્રીલંકામાં પ્રદર્શન
દરમિયાન ફાટી નીકળેલી હિંસાનો મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. એક વકીલે કોલંબો
કોર્ટમાં અરજી દાખલ કરીને પૂર્વ વડાપ્રધાન સહિત
7 લોકોની
ધરપકડની માંગ કરી છે. વકીલે અરજીમાં કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મહિન્દા
રાજપક્ષે સહિત
7 લોકોની ધરપકડ કરવા માટે સીઆઈડીને તાત્કાલિક
આદેશ આપવામાં આવે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે પર તેમના સમર્થકોને
શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર હુમલો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ અથડામણમાં
100
થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 


આ હિંસક વાતાવરણને જોતા,
સેનાએ મોરચો સંભાળ્યો અને તેમને ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા.
નોંધપાત્ર વાત એ છે કે આર્થિક સંકટના કારણે મહિન્દા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી
રાજીનામું આપવું પડ્યું હતું. 
શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમના
12 નેતાઓને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશવ્યાપી વિરોધ વચ્ચે મહિન્દાને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી. જણાવી દઈએ કે
 વિપક્ષી પાર્ટીઓ સતત મહિંદાની ધરપકડની માંગ કરી રહી છે. મહિન્દા 2005
થી 2015 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા, જે દરમિયાન તેમણે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ વિરુદ્ધ ક્રૂર લશ્કરી
અભિયાન ચલાવ્યું હતું.

 

Tags :
arrestpetitionFormerSriLankanPrimeMinisterGujaratFirstMahindarajapaksaSriLankaCrisis
Next Article