'વ્લાદિમીર'ના પ્રેમમાં પડી ગયેલી ભૂતપૂર્વ રશિયન મહિલા જાસૂસ
એક મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ રશિયન જાસૂસ આલિયા રોઝા સોશિયલ મીડિયા પર ખૂબ જાણીતી છે. યુક્રેન પર રશિયાના હુમલા સામે તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, ભૂતપૂર્વ રશિયન મહિલા જાસૂસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આકરી ટીકા કરી છે. ભૂતપૂર્વ જાસૂસ આલિયા રોઝાનું કહેવું છે કે પુતિન યુક્રેન યપદ્ધમાં હવે પીછેહઠ નહીં કર
09:28 AM Mar 12, 2022 IST
|
Vipul Pandya
એક મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ રશિયન જાસૂસ આલિયા રોઝા સોશિયલ મીડિયા પર ખૂબ જાણીતી છે. યુક્રેન પર રશિયાના હુમલા સામે તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, ભૂતપૂર્વ રશિયન મહિલા જાસૂસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આકરી ટીકા કરી છે. ભૂતપૂર્વ જાસૂસ આલિયા રોઝાનું કહેવું છે કે પુતિન યુક્રેન યપદ્ધમાં હવે પીછેહઠ નહીં કરે, તેઓ 'અંત સુધી જશે'. આલિયા કહે છે કે પુતિનને કદાચ અપેક્ષા નહોતી કે યુક્રેનિયન લોકો આ આ રીતે લડશે અને વિશ્વભરમાંથી સમર્થન પણ મેળવશે. આલિયા પોતાના દેશ રશિયાની હરકતો વિરુદ્ધ પણ બોલી હતી. દેશની હરકતો સામે બોલતા તેણે અનેક ખુલાસા પણ કર્યા હતાં.
આલિયાએ પોતાના દેશ માટે જાસૂસ રહી ચૂકી છે
ભૂતપૂર્વ રશિયન જાસૂસ આલિયા રોઝા મિડીયા અહેવાલ મુજબ, 37 વર્ષની આલિયા ખૂબ જ નાની ઉંમરમાં જાસૂસ તરીકે રશિયન સેનામાં જોડાઈ હતી. તેમના પિતા યુએસએસઆર આર્મીમાં વરિષ્ઠ અધિકારી હતા. આલિયા રોજાઅ જાસૂસ તરીકે આપેલા ટાર્ગેટ (વ્યક્તિ) પાસેથી માહિતી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આલિયાના જણાવ્યા મુજબ, "ત્યાં તેણે અમને પુરુષોને કેવી રીતે લલચાવવું, કેવી રીતે ફસાવા અંગે ટ્રરેનીંગ અપાઇ હતી. જેથી ટાર્ગેટ પાસેથી ખુફિયા માહિતી બહાર કાઢીને ગુનેગારને પોલીસને સોંપી શકાય. જે એક રીતે ગુનેગારોને હની ટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી એકઠી કરવાનું કામ હતું.
આલિયાએ તેના ટાર્ગેટને દીલ દઇ બેઠી
રિપોર્ટ અનુસાર, બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ આલિયા રોઝા એવાં વ્યક્તિના પ્રેમમાં પડી જેની તેણે જાસૂસી કરવાની હતી. આ ઘટનાએ તેની જાસૂસ તરીકે પર્દાફાશ કર્યો. વર્ષ 2004ની ઘટનાને યાદ કરતાં આલિયાએ આ પહેલાં કહ્યું હતું કે તે વ્યક્તિનું નામ વ્લાદિમીર હતું. તેણે ડ્રગ ડીલરોની ટોળકીથી આલિયાનો જીવ બચાવ્યો હતો. આલિયા કહે છે કે જાસૂસી કરતી વખતે ડ્રગ ડીલર્સની ગેંગે મને પકડી લીધી અને બળજબરીથી એક કારમાં જંગલમાં લઈ ગયા. ત્યાં લગભગ 10 લોકોએ મને માર મારવાનું શરૂ કર્યું, પરંતુ વ્લાદિમીરે મને બચાવી હતી. જોકે બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.
તે ક્યારેય પાછી રશિયા નહીં આવે
આલિયા રોઝાએ વ્લાદિમીરના મૃત્યુ પછી 2006માં એક શ્રીમંત રશિયન વ્યક્તિ સાથે લગ્ન કર્યા. જો કે આ દરમિયાન તેના પતિને પણ કેદ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનું પણ જેલમાં મૃત્યુ થયું હતું. આ પછી આલિયા તેના બાળક સાથે દેશ છોડી દીધો હતો અને નક્કી કર્યુ હતું કે તે ક્યારેય પાછી રશિયા નહીં આવે. 37 વર્ષની આલિયા રોઝા હવે લંડન કેલિફોર્નિયામાં રહે છે અને મિલાનમાં ફેશન પીઆર તરીકે કામ કરે છે.
પુતિન કંઈપણ કરી શકે છે: આલિયા રોઝા
તેણે યુક્રેન રશિયા યુદ્ધ મામલે કહ્યું કે પુતિન આ યુદ્ધ ન હારી શકે, અને પાછી પાની પણ નહીં કરી શકે કારણ કે હવે આ યુદ્ધ તેમની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. અને રશિયા તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બધું જ કરશે.
Next Article