Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NSEના ભૂતપૂર્વ MD ચિત્રા રામકૃષ્ણની ધરપકડ

નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણનની ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ફોન ટેપિંગના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે EDને રામકૃષ્ણનની ચાર દિવસની કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ED કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલà
nseના ભૂતપૂર્વ md ચિત્રા રામકૃષ્ણની ધરપકડ
નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણનની ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ફોન ટેપિંગના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે EDને રામકૃષ્ણનની ચાર દિવસની કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ED કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં વરિષ્ઠ બિઝનેસ જર્નાલિસ્ટ સીબીઆઈ અને ઈડીના સ્કેનર હેઠળ આવ્યા છે. આ સિવાય ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ અને ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું કે પત્રકારની ભૂમિકા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે CBI સંજય પાંડે સાથે જોડાયેલી એક પેઢીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અને કેટલાક લોકોની કથિત જાસૂસીની તપાસ કરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈને સંજય પાંડે વતી ગેરકાયદેસર જાસૂસી સૂચવતા પૂરાવા મળ્યા છે.
 તપાસ દરમિયાન, સીબીઆઈને સંજય પાંડે દ્વારા સમર્થિત કંપનીને ચૂકવણીની રસીદો, રેકોર્ડિંગના અવાજના નમૂના, અસલ ટેપ અને રેકોર્ડિંગના સર્વર તેમજ સંજય પાંડે સાથે જોડાયેલી કંપની iSec સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના કેમ્પસમાંથી બે લેપટોપ મળી આવ્યા હતા. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ NSE ચીફ ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ NSE કર્મચારીઓની ગેરકાયદેસર જાસૂસી કરવા માટે ખાનગી પેઢીમાં કામ કરતા હતા. સીબીઆઈને શંકા છે કે બંને એ જાણવા માગતા હતા કે કર્મચારીઓ એક્સચેન્જને લગતી માહિતી અંગે ચર્ચા કરી રહ્યા હતા કે લીક કરી રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય પાંડે સમર્થિત કંપની iSec સર્વિસિસને કોન્ટ્રાક્ટની રકમ તરીકે આશરે રૂ. 4.45 કરોડ મળ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.