Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ, ગોપનીય માહિતી કરી હતી લીક

એક હિમાલયન યોગીના ઈશારા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની CBIએ કો-લોકેશન સ્કેમ મામલે ધરપકડ કરી લીધી છે. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન મામલે તેઓના આગોતરા જામીનની અરજી રદ કરી દીધી હતી. ચિત્રા પર હિમાલયના યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં ચિત્રાના ધà
06:46 PM Mar 06, 2022 IST | Vipul Pandya

એક હિમાલયન યોગીના ઈશારા પર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની CBIએ કો-લોકેશન સ્કેમ મામલે ધરપકડ કરી લીધી છે. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન મામલે તેઓના આગોતરા જામીનની અરજી રદ કરી દીધી હતી. ચિત્રા પર હિમાલયના યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં ચિત્રાના ધરપકડની સંભાવનાઓ વધી ગઈ હતી. CBI દ્વારા NSEના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ પહેલા કેન્દ્રીય
તપાસ એજન્સીએ તેની ઘણી વખત પૂછપરછ કરી હતી. ચિત્રા રામકૃષ્ણને એમ કહીને સનસનાટી
મચાવી દીધી હતી કે તે
'હિમાલયન યોગી' સાથે NSE બાબતોની માહિતી શેર કરી રહી છે. જો કે પાછળથી તે યોગીની ઓળખ તેના ભૂતપૂર્વ
સાથીદાર તરીકે થઈ હતી
. જેને તેણે તગડા પગાર પર રાખ્યો હતો. 


સેબીએ ચિત્રા રામકૃષ્ણ પર ગોપનીય
માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો છે. ત્રણ વર્ષ સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ
રહેલા ચિત્રા રામકૃષ્ણ વિશેના આ ખુલાસા બાદ શેરબજારમાં હલચલ મચી ગઈ હતી. આ કૌભાંડની
તપાસમાં વિલંબ અંગે પણ સવાલો ઉભા થયા હતા. ચિત્રા રામકૃષ્ણના ઈમેલની તપાસમાં સમગ્ર
ઘટના પ્રકાશમાં આવી હતી અને તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી હતી. 
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ વડા
ચિત્રા રામકૃષ્ણના નિર્ણયોને કથિત રીતે પ્રભાવિત કરનાર
'હિમાલય યોગી'ની ઓળખ તેમના સહયોગી આનંદ સુબ્રમણ્યમ
તરીકે કરવામાં આવી છે.
NSEના આ ભૂતપૂર્વ અધિકારીની શેરબજાર
છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના સૂત્રોએ ગયા અઠવાડિયે કહ્યું
હતું કે એનએસઈના ભૂતપૂર્વ અધિકારી આનંદ એ યોગી હતા જેમણે ઈમેલ દ્વારા તમામ
સંવેદનશીલ માહિતી પર ચિત્રા સાથે વાત કરી હતી.

Tags :
arrestedChitraRamakrishnaFormerNSECEOGujaratFirstleakedconfidentialinformationNSE
Next Article