Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડની ભાજપમાં ઘરવાપસી, અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા

ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડે ફરી ભાજપમાં ઘરવાપસી કરી છે. તેમની સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડે ધમાકેદાર ઘરવાપસી કરી હતી. ઝુંડાલ સર્કલથી રેલી મારફત શક્તિ પ્રદર્શન કરીને કમા રાઠોડે ઘરવાપસી કરી હતી. સાણંદ-બાવળા વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ ભાજપમાં પરત ફર્યા છે. વર્ષ 2017માં ચૂંટણીમાં તેમને ટિકીટ નહીં અપાતા તેમણે અપક્ષ ઉàª
પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડની ભાજપમાં ઘરવાપસી  અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા
ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડે ફરી ભાજપમાં ઘરવાપસી કરી છે. તેમની સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડે ધમાકેદાર ઘરવાપસી કરી હતી. ઝુંડાલ સર્કલથી રેલી મારફત શક્તિ પ્રદર્શન કરીને કમા રાઠોડે ઘરવાપસી કરી હતી. 
સાણંદ-બાવળા વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ ભાજપમાં પરત ફર્યા છે. વર્ષ 2017માં ચૂંટણીમાં તેમને ટિકીટ નહીં અપાતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના પગલે તત્કાલિન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જો કે સસ્પેન્શનના છ વર્ષ પુરા થાય તે પહેલા જ કમા રાઠોડે ઘરવાપસી કરી છે. સસ્પેન્શનના ચાર વર્ષ અને ચાર મહિના બાદ ભાજપમાં ઘરવાપસી કરનાર કમા રાઠોડે પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે હવે તેઓ રામસેત માટે રેતીના કણ ભેગા કરનાર ખિસકોલીની માફક ભાજપને 182 બેઠકો જીતાડવા પ્રયાસ કરશે. જો કે ઘરવાપસીના બદલામાં પક્ષમાંથી ક્યુ કમિટમેન્ટ અપાયુ છે તે મુદ્દે કમા રાઠોડે મગનું નામ મરી પાડવાનું ટાળ્યુ હતુ. 
અધ્યક્ષનુ નામ લેતા કમા રાઠોડની બેવાર જીભ લપસી
કમા રાઠોડે જોડાણ બાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. સંબોધનના પ્રારંભે જ કમા રાઠોડ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના નામમાં લોચો મારી ગયા હતા. નામને ઉલટાવીને આર. સી. પાટીલ બોલી ગયા હતા. ફરીથી બે મિનિટ બાદ સંબોધન દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પટેલ એવું બોલી ગયા હતા. આ મુદ્દે પત્રકારોએ પ્રશ્ન કરતા તેમણે ઘરવાપસીના ઉન્માદમાં આ પ્રકારે ભૂલ થયાનું કબુલ્યુ હતુ. 
હવે પ્રવિણ મારુ પણ ભાજપમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ગુરુવારે સવારે કમલમ ખાતે રેલી સ્વરુપે પ્રવિણ મારુ તેમના સમર્થકો સાથે પહોંચશે. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. પ્રવિણ મારુ ગઢડા વિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્ચા છે. રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના જે કેટલાક ધારાસભ્યોને તોડ્યા તેમાં એક નામ પ્રવિણ મારુનું પણ આવી રહ્યુ હતુ. એ સમયે સંપર્કવિહોણા થયેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં એક નામ પ્રવિણ મારુનુ હતુ. જોકે એ સમયે પ્રવિણ મારુએ ભાજપમાં જોડાવાનું ટાળ્યું હતુ પણ હવે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુરુવારે પ્રવિણ મારુ તેમના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.  
Advertisement
Tags :
Advertisement

.