જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના 12મીએ ટોક્યોમાં અંતિમ સંસ્કાર થશે
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન શિન્ઝો આબેના મૃતદેહને ટોક્યો લઇ જવાયો છે. આગામી 12 તારીખે તેમના અંતિમ સંસ્કાર કરાશે. શુક્રવારે ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે ગોળી મારીને શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને પશ્ચિમ જાપાનના નારા શહેરમાંથી ટોક્યો ખસેડવામાં આવ્યો છે. 67 વર્ષીય નેતાને ભૂતપૂર્વ સૈનિકે હોમમેઇડ બંદૂકથી બે વાર ગોળી મારી હતી. નારàª
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન શિન્ઝો આબેના મૃતદેહને ટોક્યો લઇ જવાયો છે. આગામી 12 તારીખે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
શુક્રવારે ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે ગોળી મારીને શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને પશ્ચિમ જાપાનના નારા શહેરમાંથી ટોક્યો ખસેડવામાં આવ્યો છે. 67 વર્ષીય નેતાને ભૂતપૂર્વ સૈનિકે હોમમેઇડ બંદૂકથી બે વાર ગોળી મારી હતી.
નારા ઈમરજન્સી સર્વિસીસ વિભાગે જણાવ્યું હતું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને ગરદન અને ડાબી પાંસડીની જમણી બાજુએ ઈજા થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આબેની પત્ની અખી આબે તેમના મૃતદેહને ટોક્યો લાવી છે. આબેના અંતિમ સંસ્કાર 12 જુલાઈના રોજ થશે.
પોલીસે ઘટના બાદ હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો. તે જાપાની નૌકાદળનો ભૂતપૂર્વ સભ્ય છે. પોલીસે ગુનામાં વપરાયેલી દેશી બનાવટની બંદૂક કબજે કરી હતી અને બાદમાં તેના એપાર્ટમેન્ટમાંથી ઘણી બંદૂકો મળી આવી હતી. રવિવારની સંસદીય ચૂંટણી પહેલા આબેની હત્યાએ રાષ્ટ્રને અશાંતિમાં મૂકી દીધું છે અને આબે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.
Advertisement