Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્વોડ દેશો ભારતને પોતાના પક્ષમાં કરે તેવી જાપાનના પૂર્વ વડાપ્રધાનની સલાહ

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગાએ કહ્યું હતું કે ક્વોડ દેશોએ પ્રયાસ કરવો જોઇએ કે ભારત તેમના પક્ષમાં રહે. તેમનું કહેવું છે કે ભારત રશિયા અને યુક્રેનના મુદ્દે તટસ્થતા જળવી રહ્યું છે પરંતુ ક્વોડના સભ્ દેશોએ એવી કોશિશ કરવી જોઇએ કે ભારત રશિયાના હુમલાને વખોડી કાઢે. ભારતને છોડીને ક્વોડના તમામ સભ્યો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા યુક્રેન પર રશિયાના હુમલાને વખોડી રહ્યા છે અને  à
ક્વોડ દેશો ભારતને પોતાના પક્ષમાં કરે તેવી જાપાનના પૂર્વ વડાપ્રધાનની સલાહ
જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગાએ કહ્યું હતું કે ક્વોડ દેશોએ પ્રયાસ કરવો જોઇએ કે ભારત તેમના પક્ષમાં રહે. 
તેમનું કહેવું છે કે ભારત રશિયા અને યુક્રેનના મુદ્દે તટસ્થતા જળવી રહ્યું છે પરંતુ ક્વોડના સભ્ દેશોએ એવી કોશિશ કરવી જોઇએ કે ભારત રશિયાના હુમલાને વખોડી કાઢે. 
ભારતને છોડીને ક્વોડના તમામ સભ્યો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા યુક્રેન પર રશિયાના હુમલાને વખોડી રહ્યા છે અને  રશિયા પર ઘણા પ્રતિબંધ પણ લગાવ્યા છે. જોકે  રશિયા અને યુક્રેન યુદ્ધ પર ભારત તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. અમેરિકા લગાતાર ભારત પર દબાણ લાવી રહ્યું છે કે ભારત રશિયાની આલોચના કરે. ક્વોડના સભ્ય દેશ જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગાએ પણ આ મામલે પોતાનો દ્રષ્ટિકોણ જાહેર કર્યો છે. 
સુગાએ કહ્યું હતું કે રશિયા હુમલાને વખોડી કાઢવાની ભારતની અનિચ્છા હોવા છતાં  ક્વોડ દેશો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ એ પ્રયાસ કરવા જોઇએ કે ભારત તેમના પક્ષમાં રહે. જાપાનની ટીવી ચેનલના કાર્યક્રમમાં બોલતા સુગાએ કહ્યું હતું કે તેનાથી  ચાર દેશોના આ માળખાની રક્ષા કરવી અને હિન્દ પ્રશાંતની શાંતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત તશે. જાપાન  ભારતને દરેક પ્રકારે સંદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. 
તેમણે કહ્યું કે ભારત શરુઆતથી જ સૌથી મોટો પડકાર હતો. ભારત શરુઆતમાં ક્વોડ ને ઇન્ડો પેસિફીક માટે પ્રમુખ મંચ તરીકે આગળ ધપાવવામાં કોઇ રસ દાખવતું ન હતું પણ જાપાનના દ્રષ્ટિકોણથી ભારતને ક્વોડમાં સામેલ કરવા મહત્વનું હતું તેથી અમે પ્રયાસો કરીને ભારતને ક્વોડમાં સામેલ કર્યું હતું.  તેમણે ભારપુર્વક કહ્યું કે ક્વોડ માટે ન માત્ર ભારતને તેના પક્ષમાં રાખવાનું મહત્વપુર્ણ છે પણ તેને અન્ય દેશોને પણ પોતાના પક્ષમાં રાખવાની કોશિશ કરવી જોઇએ. આસીયાન દેશોને પણ પોતાના પક્ષમાં લાવવા જોઇએ. તેમણે કહ્યું કે જો આપણે જાપાનના રાષ્ટ્રીય હિતો વિશે વિચારતા હોઇએ તો ભારતને ક્વોડ ગૃપમાં રાખવું અને આશિયાનને તેમાં સામેલ કરવું ખુબ જરુરી છે. 
Advertisement
Tags :
Advertisement

.