Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બોલર એસ.શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંત (એસ શ્રીસંત) એ ક્રિકેટના તમામ ફોર્મટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2005માં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવનાર કેરળના પેસરે તાજેતરમાં રણજી ટ્રોફી 2022માં તેની છેલ્લી મેચ રમી હતી. 39 વર્ષીય શ્રીસંતે બુધવારે 9 માર્ચે એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે તેના માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. આવનારી પેઢી à
03:23 PM Mar 09, 2022 IST | Vipul Pandya

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંત (એસ શ્રીસંત) એ
ક્રિકેટના તમામ
ફોર્મટમાંથી
નિવૃત્તિની જાહેરાત કરી છે.
2005માં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવનાર કેરળના પેસરે તાજેતરમાં
રણજી ટ્રોફી
2022માં તેની છેલ્લી મેચ રમી હતી. 39 વર્ષીય શ્રીસંતે બુધવારે 9 માર્ચે એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું
હતું કે તેના માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. આવનારી પેઢી માટે આ પગલું ભરવાનું
નક્કી કર્યું છે.
પોતાની ઝડપ અને ખતરનાક બાઉન્સ બોલના કારણે વિવાદોમાં રહેલા શ્રીસંતે 2005માં
ભારત માટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને
5
વર્ષ સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. આ દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં
90
આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે
2007 T20 વર્લ્ડ કપ અને 2011
ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય IPLમાં
રાજસ્થાન રોયલ્સનો પણ મહત્વનો ભાગ હતો.


શ્રીસંત તાજેતરમાં કેરળ ક્રિકેટ ટીમનો ભાગ હતો અને તેણે ટીમ માટે એક
મેચ પણ રમી હતી
, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. જોકે કેરળની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી અને આવી સ્થિતિમાં
શ્રીસંતે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપતા
લખ્યું હતું કે
, આજનો દિવસ મારા માટે મુશ્કેલ છે, પરંતુ તે કૃતજ્ઞતા અને ચિંતનનો દિવસ પણ છે. કેરળ સ્ટેટ ક્રિકેટ
એસોસિએશન
, બીસીસીઆઈ, વોરવિકશાયર ક્રિકેટ કાઉન્ટી, ઈન્ડિયન એરલાઈન્સ ક્રિકેટ ટીમ અને આઈસીસી માટે વિવિધ ક્રિકેટ લીગ અને
ટુર્નામેન્ટમાં
ECC, એર્નાકુલમ ડિસ્ટ્રિક્ટ માટે રમવું એ સન્માનની વાત છે. 25
વર્ષની મારી ક્રિકેટ કારકિર્દીમાં
મેં હંમેશા સફળ થવા અને મેચો જીતવા માટે પ્રયત્ન કર્યો છે.  તેણે આગળ લખ્યું, મારા પરિવાર, સાથી ખેલાડીઓ અને ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે
સન્માનની વાત છે. ખૂબ જ દુઃખદ છે પરંતુ કોઈ પણ અફસોસ વિના
, ભારે
હૃદય સાથે હું કહું છું - હું ભારતીય સ્થાનિક ક્રિકેટમાંથી (પ્રથમ વર્ગ અને તમામ
ફોર્મેટમાંથી) નિવૃત્તિ લઈ રહ્યો છું. 
શ્રીસંતે એમ પણ કહ્યું કે તે આ નિર્ણય આગામી પેઢી માટે લઈ રહ્યો છે.
તેણે કહ્યું
, મેં આગામી પેઢીના ક્રિકેટરો માટે મારી કારકિર્દી ખતમ કરવાનો નિર્ણય
લીધો છે. આ માત્ર મારો નિર્ણય છે
, અને જો કે હું જાણું છું કે તેનાથી મને ખુબ જ દુઃખ થશે. મારા
જીવનના આ તબક્કે આ યોગ્ય અને સન્માનનીય નિર્ણય છે. મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો.


બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ

શ્રીસંતે 2005માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તેની ઝડપી ગતિ અને બાઉન્સરોથી
ટેસ્ટ અને ટી
20 ટીમમાં જગ્યા બનાવી હતી. તેની ઘાતક બોલિંગના આધારે ભારતીય ટીમે 2006માં
પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે
2007 વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીસંતે છેલ્લી ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન મિસ્બાહ-ઉલ-હકને ફાઇન
લેગ પર કેચ કરીને ભારતને ખિતાબ અપાવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં
6
વિકેટ લીધી હતી. ત્યારબાદ તે
2011 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતો. શ્રીસતે ભારત માટે 27
ટેસ્ટ (
87 વિકેટ), 53 ODI (75 વિકેટ) અને 10 T20 (7 વિકેટ) રમી છે.


IPL, વિવાદો અને પ્રતિબંધો

શ્રીસંત પોતાની હરકતોને કારણે વિવાદોમાં પણ રહેતો હતો. તે 2008માં
આઈપીએલની પ્રથમ સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતો અને તે દરમિયાન તેની ટીમે
મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. મેચ બાદ મુંબઈના ભારતીય સ્પિનર ​​હરભજન સિંહ
સાથે તેની બોલાચાલી થઈ હતી
, જે બાદ હરભજને તેને થપ્પડ મારી હતી અને તે રડવા લાગ્યો હતો. જ્યારે IPLના
સૌથી મોટા વિવાદે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું.
2013માં
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે તે સ્પોટ ફિક્સિંગના આરોપમાં ફસાઈ ગયો હતો અને
તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ
લગાવી દીધો હતો. જો કે
, 2019 માં, સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડાઈ પછી તેના પરનો પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ
કરી દીધો અને
2020 માં શ્રીસંત ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો. પરંતુ ટીમ ઈન્ડિયામાં
કોઈ વાપસી થઈ શકી નથી.
2020-21માં તેણે કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં
ભાગ લીધો હતો.

Tags :
allformatscricketFastBowlerGujaratFirstIndiacricketerretiresSSreesanth
Next Article