મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું છે: નીતિન પટેલ
મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું : નીતિન પટેલમોરબી દુર્ઘટના માટે સરકાર જવાબદાર નથી: નીતિન પટેલઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈનગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતીમોરબી દુર્ઘટનાને લઈને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મોરબીની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈ હોવાનું તેમણે જ
- મોરબીની ઘટનાથી ખુબ જ દુ:ખ થયું : નીતિન પટેલ
- મોરબી દુર્ઘટના માટે સરકાર જવાબદાર નથી: નીતિન પટેલ
- ઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈ
- નગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતી
મોરબી દુર્ઘટનાને લઈને પૂર્વ નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મોરબીની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઓરેવા કંપનીની બેદરકારીના લીધે દુર્ઘટના સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું તથા નગરપાલિકાને જવાબદારી સોંપાઈ હતી ત્યારે સવાલ થઈ રહ્યાં છે કે, આ મામલે શું પાલિકાને ખબર નહોતી કે પછી તેની ક્ષમતા પર ધ્યાન જ આપવામાં આવ્યું નહોતો?
તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો સૌએ જાણવું જરૂરી છે કે મોરબી નગરપાલિકા હસ્તકનું આ કામ હતું. આ જુનો જે પુલ હતો તેને રિનોવેટ કરીને બાદમાં તેને લોકો માટે ચલાવવો આ કામ મોરબી નગરપાલિકાએ આ એજન્સીને આપ્યો હતો. આમાં ગુજરાત સરકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રોલ નથી. ગુજરાત સરકારની કોઈ પણ પ્રકારની મંજુરી આમા લેવાની જરૂર નથી. આ નગરપાલિકાના અધિકારમાં આવતી આ વાત છે. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - 2જી નવેમ્બરમાં ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર, સરકારી ઈમારતો પર અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે
Advertisement