Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સામે તેની જ પત્નીએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (Vinod Kambli) પર દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈની બાંદ્રા પોલીસે (Bandra Police) તેની સામે કેસ નોંધ્યો છે. બાંદ્રા પોલીસે વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાના નિવેદનના આધારે આઈપીસીની કલમ 324 અને 504 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ વિનોદ પર દારૂના નશામાં તેની સાથે દુર્વ્યવહાર અને મારપીટ
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સામે તેની જ પત્નીએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (Vinod Kambli) પર દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈની બાંદ્રા પોલીસે (Bandra Police) તેની સામે કેસ નોંધ્યો છે. બાંદ્રા પોલીસે વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાના નિવેદનના આધારે આઈપીસીની કલમ 324 અને 504 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ વિનોદ પર દારૂના નશામાં તેની સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ હજુ સુધી આ મામલે  ધરપકડ કરવામાં આવી નથી.
કાંબલીની પત્નીનો શું આરોપ છે?
વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેણીને ઈજા થઈ હતી અને તેના માથામાં વાગ્યું હતું. આ સિવાય વિનોદે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના પણ આરોપ છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી રહી છે.

નશામાં ધૂત હાલતમાં પોતાની પત્નીને રાંધવાના પાનના હેન્ડલથી માર માર્યો હતો
બાંદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, કાંબલી વિરુદ્ધ આઈપીસી કલમ 324 (સ્વેચ્છાએ ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) અને 504 (અપમાન) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કાંબલી પર આરોપ છે કે તેણે નશામાં ધૂત હાલતમાં પોતાની પત્નીને રાંધવાના પાનના હેન્ડલથી માર માર્યો હતો. તેણે તપેલી તેની પત્ની પર ફેંકી દીધી. જેથી તેને ઇજા થઇ છે. આ પછી તેણે તેની પત્નીને  બેટ વડે પણ મારી હોવાનો આરોપ છે.
નશામાં ધૂત કાંબલીએ તેના પુત્ર સાથે દુર્વ્યવહાર કર્યો હતો
કાંબલી મોડી રાત્રે નશામાં ઘરે આવ્યો હતો. તેણે માત્ર તેની પત્નીને માર માર્યો જ નહીં, પરંતુ તેના પુત્ર સાથે પણ દુર્વ્યવહાર કર્યો. 12 વર્ષના પુત્રએ કાંબલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

એન્ડ્રીયાએ હોસ્પિટલમાં સારવાર લીધી
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાની ઘટના બાદ એન્ડ્રીયા પહેલા ભાભા હોસ્પિટલમાં ગઈ હતી. જે બાદ તેણીએ કેસ નોંધાવવાનું નક્કી કર્યું અને પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે પોલીસને ઘટનાની જાણ કરી અને એફઆઈઆર નોંધી.
કાંબલીની કારકિર્દી 
વિનોદ કાંબલીએ ભારત માટે કુલ 104 વનડે અને 17 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 3,561 રન બનાવ્યા. જેમાં કુલ છ સદીનો સમાવેશ થાય છે. તેણે ટેસ્ટમાં ચાર સદી અને વનડે ક્રિકેટમાં બે સદી ફટકારી હતી. 1991માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કાંબલીએ માત્ર નવ વર્ષમાં પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. તેણે તેની છેલ્લી મેચ 2000માં રમી હતી, જ્યારે તેના સાથી ખેલાડી સચિન 24 વર્ષ સુધી દેશ માટે રમ્યા અને ઘણા રેકોર્ડ બનાવ્યા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.