શ્રીલંકાની ખરાબ પરિસ્થિતિ પર ભૂતપૂર્વ ક્રિકેટર જયસુર્યાને આવ્યો ગુસ્સો, કહ્યું- રાજનેતાઓએ દેશની...
ભારતના પડોશી દેશ શ્રીલંકા અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. દેશમાં રાજનેતાઓએ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જે આવનારા ઘણા સમય સુધી શ્રીલંકાને આગળ આવવામાં રસ્તાના રોડા સમાન બની રહેશે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આજે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. દેશની સ્થિતિને જોતા ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસુર્યા પણ પ્રદર્શનકારીઓ સાથે રસ્તામાં આવી ગયા છે. à
ભારતના પડોશી દેશ શ્રીલંકા અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. દેશમાં રાજનેતાઓએ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જે આવનારા ઘણા સમય સુધી શ્રીલંકાને આગળ આવવામાં રસ્તાના રોડા સમાન બની રહેશે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આજે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. દેશની સ્થિતિને જોતા ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસુર્યા પણ પ્રદર્શનકારીઓ સાથે રસ્તામાં આવી ગયા છે.
શ્રીલંકામાં જનતાએ સરકાર સામે બળવો પોકાર્યો છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે અને વડાપ્રધાનના નિવાસસ્થાને આગ લગાવી દીધી છે. અહીં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિથી નારાજ જોવા મળી રહ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રાજનેતાઓએ દેશની ખરાબ પરિસ્થિતિ બનાવી દીધી છે. તેમ છતા તેમને આશા છે કે, ટૂંક સમયમાં દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત થશે. ભૂતપૂર્વ કેપ્ટન અને ઉપખંડના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક જયસુર્યાએ રાજકારણીઓ પર કટાક્ષ કર્યો હતો. જયસૂર્યાએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે. મારો દેશ સંકટમાં છે અને લોકોને જરૂરી ખાદ્યપદાર્થો માટે લાંબી કતારોમાં ઉભા રહેલા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. વીજળી નથી, બળતણ નથી અને જરૂરી દવાઓ નથી. તેનાથી વધુ ખરાબ શું હોઈ શકે?
શ્રીલંકા આજે તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે ત્યારે તેના રાષ્ટ્રપતિ વનત છોડી માલદીવ ભાગી ગયા છે. જયસુર્યાએ આ અંગે કહ્યું, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની નબળી આર્થિક નીતિઓનો માર દેશ ભોગવી રહ્યો છે. તે માલદીવ ભાગી ગયા છે અને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર સામાન્ય લોકોનો કબજો થઇ ગયો છે. જયસુર્યાએ કહ્યું કે, આ બધુ દુર્ભાગ્યપૂર્ણ છે. ગોટાબાયા 13 જુલાઈના રોજ રાજીનામું આપે તેવી શક્યતા હતી. આપણા રાજકારણીઓએ જે રીતે દેશને બરબાદ કર્યો છે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. જયસુર્યાએ કહ્યું કે, જો તમે મને આ સમયે રાષ્ટ્રપતિ ભવનની અંદર હાજર લોકો વિશે પૂછો તો મને તેમના વિરોધમાં કોઇ ખરાબી જોવા મળતી નથી. તેઓએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો છે. તેમને વારંવાર જાહેર સંપત્તિને નુકસાન ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે શ્રીલંકાના જુદા જુદા ભાગોમાંથી 9 જુલાઈએ લોકો અહીં એકઠા થયા હતા.
રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે શ્રીલંકાના જુદા જુદા ભાગોમાંથી 9 જુલાઈએ લોકો અહીં એકઠા થયા હતા. જયસૂર્યાએ આશા વ્યક્ત કરી કે, દેશમાં લોકશાહી ટૂંક સમયમાં પાછી આવશે અને સ્થિતિ સામાન્ય થશે. જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવાના પક્ષમાં છો, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, "રાનિલ પાસે કોઈ વિકલ્પ નથી." તેમણે સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનના આદેશનું પાલન કરવું પડશે. દેશમાં શાંતિ અને લોકશાહીની પુનઃસ્થાપના માટે રાનિલે વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા સહિત વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાત કરવી પડશે.
Advertisement